
દક્ષિણ-પશ્ચિમ ચીનમાં (China) એક બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન (Landslide) થતાં 14 લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. મંગળવારે સત્તાવાર અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુઈઝોઉ પ્રાંતના (Guizhou province) બિજી શહેરમાં સોમવારે સાંજે થયેલા ભૂસ્ખલનનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.
ભૂસ્ખલન સમયે કામદારો હોસ્પિટલ માટે ટ્રેનિંગ ફેસિલીટીનું નિર્માણ કરી રહ્યા હતા. ગુઈઝોઉ પ્રાંત, જે પર્વતીય વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે, તે ચીનના સૌથી ઓછા વિકસિત પ્રદેશોમાંનો એક છે. અહેવાલ પ્રમાણે રાતોરાત બચાવ પ્રયાસમાં 1,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ચાઈનામાં કાર્યસ્થળે અકસ્માતો મેનેજરી કટ, નબળા સલામતી ધોરણો અને જુના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે વારંવારની ઘટના બની છે.
આ એક સમસ્યા છે, જેના કારણે ચીનના લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. ચીનના સૌથી ભયંકર અકસ્માતોમાંના એકમાં 2015માં ટિઆનજિન બંદરે આવેલા રાસાયણિક વેરહાઉસમાં થયેલો ભયાનક વિસ્ફોટ સામેલ છે. આ દુર્ઘટનામાં 173 લોકોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના અગ્નિશામકો અને પોલીસ અધિકારીઓ હતા.
સપ્ટેમ્બરની શરૂઆતમાં સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન બાદ ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને 12 લોકો ગુમ થયા હતા. સિચુઆન પ્રાંતીય કટોકટી પ્રબંધન વિભાગે વિવિધ શહેરોમાંથી 260થી વધુ લોકોની શોધ અને બચાવ પ્રયાસો માટે શહેરમાં મોકલ્યા હતા.
જુલાઈ 2019માં દક્ષિણ ચીનના એક ગામમાં ભૂસ્ખલનથી 36 લોકોના મોત થયા હતા. આ અકસ્માત પણ ગુઈઝોઉ પ્રાંતમાં જ થયો હતો. આ અકસ્માતમાં 15 લોકો ગુમ થયા હતા. અકસ્માત સમયે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ભૂસ્ખલન થયું હતું. આ દરમિયાન સામે આવેલી તસવીરોમાં લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા જોવા મળ્યા હતા. ચીનના પર્વતીય વિસ્તારોમાં અવારનવાર અકસ્માતો થાય છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –