Landslide In Myanmar: મ્યાનમારમાં ભૂસ્ખલન, 25 લોકોના મોત, 14 લોકો થયા ગુમ

|

Aug 16, 2023 | 6:44 AM

તમને જણાવી દઈએ કે મુશળધાર વરસાદ અને પૂરના કારણે રવિવારે કાચિન પ્રાંતના હપાકાંત નગરની બહાર જેડ ખાણમાં ભૂસ્ખલન થયું હતું. આ સ્થાન મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનથી લગભગ 950 કિલોમીટર (600 માઇલ) ઉત્તરમાં આવેલું છે.

Landslide In Myanmar: મ્યાનમારમાં ભૂસ્ખલન, 25 લોકોના મોત, 14 લોકો થયા ગુમ

Follow us on

Myanmar: મ્યાનમારમાં (Myanmar) એક ખાણમાં ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. ત્યારે 14 લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર, ઈમરજન્સી સેવાના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ગુમ થયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મુશળધાર વરસાદ અને પૂરના કારણે રવિવારે કાચિન પ્રાંતના હપાકાંત નગરની બહાર જેડ ખાણમાં ભૂસ્ખલન થયું હતું. આ સ્થાન મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનથી લગભગ 950 કિલોમીટર (600 માઇલ) ઉત્તરમાં આવેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્તાર વિશ્વની સૌથી મોટી અને આકર્ષક જેડ ખાણોનું કેન્દ્ર છે.

આ પણ વાંચો: Japan cyclone News: ટાયફૂન વાવાઝોડાને લઈ લેન્ડફોલ પહેલા પશ્ચિમ જાપાનમાં મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ, 800 ફ્લાઇટ્સ રદ સાથે તંત્ર સતર્ક

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 25 મૃતદેહો મળી આવ્યા

આ અકસ્માત બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ મંગળવારે બચાવ અભિયાન દરમિયાન 25 મૃતદેહો મળી આવ્યા હતા. આ સિવાય 14 લોકો હજુ પણ ગુમ છે. આ ઓપરેશન સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે તેમને બહાર કાઢવા માટે બુધવારે એટલે કે આજે પણ બચાવ અભિયાન ચાલુ રહેશે.

ભારે વરસાદને કારણે ભૂસ્ખલન

મળતી માહિતી મુજબ, ખાણકામ દરમિયાન વરસાદના કારણે 500થી 600 ફૂટ ઉંચો માટીનો ઢગલો ધરાશાયી થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખરાબ હવામાનને કારણે ખાણનું કામ સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે અહીં એકઠા થયેલા લોકો કાદવમાં કંઈક મળવાની આશા રાખતા હતા. આ દરમિયાન આ લોકો ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article