72 વર્ષની ઉંમરે પણ પ્રેમમાં પાગલ છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, કોણ છે તેમની રુમર્ડ ગર્લફ્રેન્ડ, જાણો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રેમ સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે પુતિનની રુમર્ડ ગર્લફ્રેન્ડ ઓલિમ્પિક વિજેતા એલિના કાબેવા છે.

72 વર્ષની ઉંમરે પણ પ્રેમમાં પાગલ છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, કોણ છે તેમની રુમર્ડ ગર્લફ્રેન્ડ, જાણો
| Updated on: Dec 02, 2025 | 11:04 AM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ અઠવાડિયે 4-5 ડિસેમ્બર, 2025 દરમિયાન વાર્ષિક ભારત-રશિયા સમિટમાં હાજરી આપવા માટે નવી દિલ્હીની મુલાકાતે આવી રહ્યા છે.તો આજે આપણે તેની ગર્લફ્રેન્ડ કોણ છે. તેના વિશે વાત કરીશું. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ પુતિનની રુમર્ડ ગર્લફ્રેન્ડ, એલિના કાબેવા એક ફેમસ જિમ્નાસ્ટ છે. 41 વર્ષીય કાબેવા, ઓલિમ્પિક રિધમિક જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયન છે અને લાંબા સમયથી વ્લાદિમીર પુતિન સાથે નામ જોડાયેલું છે.

એલિનાએ રાજકારણમાં એન્ટ્રી કરી

એલિના અને પુતિનના અફેરની ચર્ચાઓ ખુબ જ ઉડતી રહે છે. જિમનાસ્ટની રમતમાંથી સંન્યાસ લીધા બાદ એલિનાએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. એલિના પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીની સાંસદ પણ રહી ચૂકી છે. 2007 થી 2014 સુધી એલિના રશિયન સંસદના નીચલા ગૃહ સ્ટેટ ડ્યુમા તરીકે સેવા આપી ચૂકી છે. આ સિવાય 2014માં રશિયાના નેશનલ મીડિયા ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મહિલા અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવી હતી.

અલીના કાબેવાએ અનેક મેડલ જીત્યા

અલીના કાબેવા એક મેડલ વિજેતા જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયન છે. છૂટાછેડા લીધેલા પુતિને કાબેવા સાથેના સંબંધોના અહેવાલોને નકારી કાઢ્યા છે. રિપોર્ટ અનુસાર, જ્યારે કાબેવાએ યુરોપિયન સ્પર્ધાઓ અને ઓલિમ્પિક રમતોમાં અસંખ્ય મેડલ જીત્યા ત્યારે બંનેની મુલાકાત થઈ હતી. 2004ના એથેન્સ ગેમ્સમાં તેને રિધમિક જિમ્નાસ્ટિક્સ માટે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.જ્યારે રશિયાએ સોચીમાં 2014ના વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન કર્યું હતું, ત્યારે તે મશાલ ધારકોમાં સામેલ હતી.

તમને જણાવી દઈએ કે, પુતિને 1983માં લ્યુડમિલા સાથે લગ્ન કર્યા હતા. તેની 2 દીકરીઓ છે મારિયા અને કૈટરિના, પુતિન અને લ્યુડમિલા વચ્ચે 2013માં છુટાછેડા થયા હતા. ત્યારબાદ પુતિને અત્યારસુધી કોઈ લગ્ન કર્યા નથી પરંતુ તેનું નામ એલિના સાથે જોડાયેલુ રહ્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો જન્મ 7 ઓક્ટોબર 1952 ના રોજ લેનિનગ્રાડમાં થયો હતો. પુતિન તેમના માતાપિતાના ત્રીજા સંતાન હતા. અહી ક્લિક કરો