નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસથી ચીન અકળાયુ, જાણો કોણ છે આ વ્યક્તિત્વ જેની પર અમેરિકાને છે ખુબ જ વિશ્વાસ

|

Aug 03, 2022 | 4:58 PM

ચીન હંમેશાથી તાઈવાન પર પોતાની સત્તાનો દાવો કરતું આવ્યું છે અને જ્યારે પણ કોઈ વિદેશી અધિકારી તાઈવાનની મુલાકાતે ગયા તો ચીને તેનો સખત વિરોધ કર્યો. મોટી વાત એ છે કે ચીનના ભારે વિરોધ છતાં અમેરિકાનું પ્રતિનિધિમંડળ કોઈ પણ રીતે બેકફૂટ પર દેખાતું નથી

નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસથી ચીન અકળાયુ, જાણો કોણ છે આ વ્યક્તિત્વ જેની પર અમેરિકાને છે ખુબ જ વિશ્વાસ
Nancy Pelosi

Follow us on

હાલમાં ચીન અમેરિકાથી (America) નારાજ છે અને તેણે ભયંકર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી છે. વાસ્તવમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસી (Nancy Pelosi) તાઈવાન પહોંચી છે અને રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતને કારણે ચીનનો પારો ઉંચો ગયો છે અને તેણે તાઈવાન પાસે સૈન્ય કવાયત પણ શરૂ કરી દીધી છે. આ સાથે જ તેણે સરહદી વિસ્તારોમાં તોપ અને સૈન્ય તાકાતમાં પણ દારૂગોળો વધારવાનું શરૂ કરી દીધું છે. રસ્તાઓ પર ચીની સેનાની ટેન્કોની મોટી સંખ્યામાં હિલચાલ દેખાઈ રહી છે.

ચીન હંમેશાથી તાઈવાન પર પોતાની સત્તાનો દાવો કરતું આવ્યું છે અને જ્યારે પણ કોઈ વિદેશી અધિકારી તાઈવાનની મુલાકાતે ગયા તો ચીને તેનો સખત વિરોધ કર્યો. મોટી વાત એ છે કે ચીનના ભારે વિરોધ છતાં અમેરિકાનું પ્રતિનિધિમંડળ કોઈ પણ રીતે બેકફૂટ પર દેખાતું નથી અને તાઈવાનમાં સતત ઘણા નેતાઓને મળી રહ્યું છે. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન સાથેની મુલાકાત બાદ નેન્સીએ કહ્યું કે આજે વિશ્વની સામે પડકાર લોકશાહી અને નિરંકુશતા વચ્ચે પસંદગી કરવાનો છે. તાઈવાન અને સમગ્ર વિશ્વમાં લોકશાહીની રક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતા અડગ છે.

ગુસ્સે ભરાયેલા ચીને અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે પેલોસીની તાઈવાનની મુલાકાત બાદ તેને દાયકાઓ સુધી તેના પરિણામો ભોગવવા પડશે. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે નેન્સી પેલોસી ચોરની જેમ ચીનના ટાપુ પર ઉતરી છે. દુનિયા જોઈ રહી છે કે કોણ કોને ઉશ્કેરે છે. પીએલએ સૈન્ય તાઈવાનની ચારે બાજુ ડ્રિલિંગ કરી રહ્યું છે. બેલેસ્ટિક મિસાઈલ DF-5ને પૂર્વી ચીનમાં તૈનાત કરવામાં આવી રહી છે. આ મિસાઈલ 12થી 15 કિમી સુધી હુમલો કરી શકે છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

જાણો કોણ છે નેન્સી પેલોસી?

નેન્સી પેલોસી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના 52મા સ્પીકર છે. તેમણે ત્યારે ઈતિહાસ રચ્યો ,જ્યારે પ્રથમ મહિલા ગૃહના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. સ્પીકર નેન્સીનો આ ચોથો કાર્યકાળ છે. તેઓ ખર્ચ ઘટાડવા, વેતન વધારવા અને અમેરિકન પરિવારો માટે નોકરીઓ બનાવવાના તેમના કામ માટે પણ ઓળખાય છે. નેન્સી અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય છે અને 1987માં કોંગ્રેસ માટે પ્રથમ વખત ચૂંટાઈ આવી હતી. પ્રમુખ તરીકે તે ઉપરાષ્ટ્રપતિ પછી રાષ્ટ્રપતિના અનુગામીઓની હરોળમાં બીજા ક્રમે છે. તેના પરથી તેની તાકાતનો અંદાજ લગાવી શકાય છે.

Next Article