પાકિસ્તાનને ભીખમાં મળેલા દુનિયાના સૌથી શક્તિશાળી વિમાન F-16ને અભિનંદને તબાહ શું કર્યું, અમેરિકાની ઉડી ગઈ ઊંઘ, આખરે કેમ અને કેવું ACTION પાકિસ્તાન વિરુદ્ધ લઈ શકે છે ટ્રમ્પ ?

|

Mar 04, 2019 | 7:55 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે કરેલી ઍર સ્ટ્રાઇકનો ઉતાવળિયો જવાબ આપવામાં પાકિસ્તાને જે ઝનૂની ભૂલ કરી છે, તે તેને મોંઘી પડી શકે છે.  આતંકી ભારતે પાકિસ્તાનની આ ભૂલના જે દમદાર સબૂત રજૂ કર્યા છે, તે અમેરિકાને પાકિસ્તાન વિરુદ્ધ એક્શન લેવા માટે મજબૂર કરી દે, તેવા છે. જોકે અમેરિકા ભારતના સબૂત કરતા પણ પાકિસ્તાનના કારણે રશિયાના […]

પાકિસ્તાનને ભીખમાં મળેલા દુનિયાના સૌથી શક્તિશાળી વિમાન F-16ને અભિનંદને તબાહ શું કર્યું, અમેરિકાની ઉડી ગઈ ઊંઘ, આખરે કેમ અને કેવું ACTION પાકિસ્તાન વિરુદ્ધ લઈ શકે છે ટ્રમ્પ ?

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે કરેલી ઍર સ્ટ્રાઇકનો ઉતાવળિયો જવાબ આપવામાં પાકિસ્તાને જે ઝનૂની ભૂલ કરી છે, તે તેને મોંઘી પડી શકે છે.

 આતંકી ભારતે પાકિસ્તાનની આ ભૂલના જે દમદાર સબૂત રજૂ કર્યા છે, તે અમેરિકાને પાકિસ્તાન વિરુદ્ધ એક્શન લેવા માટે મજબૂર કરી દે, તેવા છે. જોકે અમેરિકા ભારતના સબૂત કરતા પણ પાકિસ્તાનના કારણે રશિયાના હાથે થયેલા પોતાના કચરાથી ઉશ્કેરાયેલું છે, કારણ કે અભિનંદન વર્તમાને જે મિગ 21 વિમાન વડે એફ-16ને તોડી પાડ્યુ હતું, તે મિગ 21 વિમાન રશિયાનું છે. આકાશમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા આ ઝગડામાં જગત જમાદાર બનવાનો દમ ભરનાર અમેરિકાની પોતાના એફ-16 વિમાન તૂટી પડતા કટ્ટર હરીફ રશિયા સામે રીતસરની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. આ ઘટનાથી અમેરિકાનું આખું એફ-16 વિમાન સવાલોના ઘેરામાં આવી ગયું છે. દુનિયા આખી વિચારી રહી છે અને આશ્ચર્યમાં છે કે મિગ 21થી એફ-16 વિમાનને તોડી પાડી શકાય છે. તેથી અમેરિકાના આ વિમાન સામે વિશ્વસનીયતાનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે. આ ઘટના બાદ હવે કયો દેશ અમેરિકા પાસે એફ-16 વિમાન ખરીદવાની મૂર્ખાઈ કરશે ?

નોંધનીય છે કે ભારતીય વાયુસેનાની 26 ફેબ્રુઆરીએ પીઓકેમાં કરાયેલી ઍર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન રઘવાયું બન્યુ હતું અને તેની ઍરફોર્સના 3 વિમાનોએ ભારતમાં ઘુસણખોરી કરી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો અને 3 વિમાનોમાં એક F-16 લડાકૂ વિમાન પણ હતું.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

અમેરિકાથી ખરીદેલા આ એફ-16 વિમાનને ભારતમાં ઘુસાડવાનો પાકિસ્તાને સાફ ઇનકાર કર્યો છે, પરંતુ ભારતીય વાયુસેના પોતાના પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાને તોડી પાડેલા પાકિસ્તાની એફ-16 વિમાનનો કાટમાળ આખી દુનિયા સામે રજૂ કરી પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી ચુકી છે.

હવે જ્યારે આખી દુનિયા સામે આ વાત લગભગ સાબિત થઈ ગઈ છે કે પાકિસ્તાની આર્મીએ ભારત વિરુદ્ધ એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો, ત્યારે અમેરિકાએ આ મુદ્દે પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો છે, કારણ કે અમેરિકા માને છે કે પાકિસ્તાને એફ-16 વિમાનનો દુરુપયોગ કરી આ વિમાનના ખરીદી કરારનો ભંગ કર્યો છે.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાનના ઝગડામાં જાણો કઈ રીતે મહાશક્તિ અમેરિકાની આબરૂના કટ્ટર હરીફ રશિયાના હાથે ઉડી ગયા ધજાગરા

નોંધનીય છે કે અમેરિકાએ પાકિસ્તાનને 2 પ્રકારના એફ-16 વિમાનો આપ્યા છે. તેમાં એક 80ના દાયકા વિમાનોને લઈને તે શરતો નહોતી કે જે બાદમાં સપ્લાય થયેલા વિમાનોને લઈને અમેરિકાએ મૂકી હતી. અમેરિકાએ પાછળથી જે એફ-16 લડાકૂ વિમાનો આપ્યા, તેમાં આ એક શરત હતી કે આ વિમાનોનો ઉપયોગ માત્ર આતંકવાદ વિરુદ્ધની કાર્યવાહીમાં કરી શકાય છે. હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાની ઍરફોર્સે એફ-16 વિમાનનો ઉપયોગ આતંકવાદ વિરોધી કોઈ કાર્યવાહી માટે નહીં, પણ ભારત પર હુમલો કરવા માટે કર્યો છે, ત્યારે અમેરિકા આગામી સમયમાં પાકિસ્તાન સામે આકરા પગલા ભરી શકે છે.

પાકિસ્તાનની નાણાકીય કેડ ભાંગી નાખશે અમેરિકા

જ્યાં સુધી પાકિસ્તાન વિરુદ્ધ અમેરિકન એક્શનની વાત છે, તો અમેરિકા પહેલા જ અનેક પ્રકારની નાણાકીય મદદો પહેલા જ બંધ કરી ચુક્યું છે અને જો એફ-16ના દુરુપયોગનો આરોપ સાબિત થશે, તો તે પાકિસ્તાનની બીજી આર્થિક મદદો પણ બંધ કરી દેશે. ઉપરાંત અમેરિકા આર્થિક દબાણ પણ નાખી શકે છે કે જે કંગાળિયતનો સામનો કરી રહેલા પાકિસ્તાનને વધુ મુશ્કેલીમાં નાખી શકે છે. અમેરિકા પાકિસ્તાનને અન્ય દેશો કે સંગઠનો તરફથી થતું ફન્ડિંગ પણ બંધ કરાવી શકે છે.

ભારતનો દમદાર સબૂત અમેરિકાને કરશે મજબૂર

ભારતે પાકિસ્તાન દ્વારા એફ-16 વિમાનના દુરુપયોગના જે સબૂત આખી દુનિયા સામે રજૂ કર્યા છે, તે ખૂબ જ પુખ્ત છે. ભારતીય ઍરફોર્સે મીડિયા સામે એમરૉમ મિસાઇલ બતાવી છે કે જે 80ના દાયકાની નહોતી. તે વખતે અમેરિકા પાસે એએમ9એલ મિસાઇલ હતી. આ એક ક્લોઝ કૉમ્બેટ મિસાઇલ હતી. ત્યાર બાદ 9એક્સ મિસાઇલ આવી. તે વખતે એઆઈએમ120 (જેને આજે એમરૉમ મિસાઇલ કહેવાય છે) તેની પહેલી ખેપ પાકિસ્તાનને નહોતી મળી. બીજી ખેપમાં આ મિસાઇલ પાકિસ્તાનને અપાઈ અને આ મિસાઇલ એફ-16 વડે જ દાગી શકાય છે. તેથી સાબિત થાય છે કે પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે એફ-16 વિમાનનો જ ઉપયોગ કર્યો હતો.

ઉપકરણોનો પુરવઠો થઈ શકે બંધ

અમેરિકા પાકિસ્તાનને આપેલા એફ-16 વિમાનને અપગ્રેડ કરવાથી પહેલા જ હાથ અધ્ધર કરી ચુક્યું છે. પાકિસ્તાને આ વિમાનોને તુર્કી પાસે અપગ્રેડ કરાવ્યા છે. અહીં એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આ વિમાનમાં લાગનાર શસ્ત્રોથી લઈ તેનું રડાર સિસ્ટમ સુધી બધુ જ અમેરિકન છે. આ બધુ ત્યાં જ બને છે. પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરતા અમેરિકા એફ-16 સાથે જોડાયેલી દરેક વસ્તુ-ઉપકરણનો પુરવઠો રોકી શકે છે. આની અસર એ થશે કે પાકિસ્તાનની આખી એફ-16ની સ્ક્વૉડ્રન જમીન પર આવી જશે.

Published On - 7:51 am, Mon, 4 March 19

Next Article