ખાલિસ્તાનીઓનો ન્યુઝીલેન્ડમાં વિરોધ, કિવીઓએ કહ્યું – ‘ગો બેક ટુ યોર કન્ટ્રી’

|

Nov 19, 2024 | 8:10 PM

ન્યુઝીલેન્ડમાં 17 નવેમ્બરે ખાલિસ્તાન જનમતનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. પરંતુ ખાલિસ્તાનીઓની આ કાર્યવાહીથી ન્યૂઝીલેન્ડના સ્થાનિકો નારાજ થયા હતા. ન્યુઝીલેન્ડના લોકોએ જ ખાલિસ્તાનીઓનો વિરોધ કર્યો હતો.

ખાલિસ્તાનીઓનો ન્યુઝીલેન્ડમાં વિરોધ, કિવીઓએ કહ્યું - ગો બેક ટુ યોર કન્ટ્રી
Khalistan

Follow us on

કેનેડા બાદ ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરોધી એજન્ડા ફેલાવવા ન્યુઝીલેન્ડને પસંદ કર્યું હતું. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે ન્યુઝીલેન્ડમાં 17 નવેમ્બરે ખાલિસ્તાન જનમતનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. પરંતુ ખાલિસ્તાનીઓની આ કાર્યવાહીથી ન્યૂઝીલેન્ડના સ્થાનિકો નારાજ થયા હતા. ન્યુઝીલેન્ડના લોકોએ જ ખાલિસ્તાનીઓનો વિરોધ કર્યો હતો. જે જગ્યાએ જનમત સંગ્રહ થઈ રહ્યો હતો, ત્યાં ન્યુઝીલેન્ડનો એક નાગરિક માઈક લઈને પહોંચ્યો અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.

સ્થાનિક લોકો વિરોધમાં ઉતરી આવ્યા

ન્યુઝીલેન્ડનો એક વ્યક્તિ વિરોધ કરી રહ્યો હોવાનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તે માઈક પકડીને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યો છે અને તેમને ન્યુઝીલેન્ડ છોડવા માટે કહી રહ્યો છે. તે વ્યક્તિએ કહ્યું, ‘તમારી હિંમત કેવી રીતે થઈ કે અહીં આ ધ્વજ લહેરાવ્યો.’ તેણે હાકલ કરી કે, તમારા દેશમાં પાછા જાઓ. તમારા વિદેશી એજન્ડાને મારા દેશમાં ન લાવો.

તે વ્યક્તિએ આગળ કહ્યું, તમે માત્ર એમ વિચારો છો કે તમે આ દેશમાં આવીને તમારો ધ્વજ ફરકાવશો. આ દેશમાં તમારા ધ્વજનું સ્વાગત નથી. અમે અહીં માત્ર લાલ, સફેદ અને વાદળી ધ્વજ જ લહેરાવીએ છીએ, જે ન્યુઝીલેન્ડનો ધ્વજ છે. તમારા દેશમાં પાછા જાઓ. તમારા વિદેશી એજન્ડાને મારા દેશમાં ન લાવો.

સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?
Stock Market : Cochin Shipyard ના શેર બન્યા રોકેટ, જાણો કંપની વિશે

જયશંકરે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો

ન્યુઝીલેન્ડમાં ખાલિસ્તાન જનમત નવી દિલ્હી અને વેલિંગ્ટન વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલા જ તેમના ન્યૂઝીલેન્ડ સમકક્ષ વિન્સ્ટન પીટર્સને ખાલિસ્તાનીઓને પ્લેટફોર્મ ન આપવા કહ્યું હતું. જયશંકર 6 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં રાયસિના ડાઉન અંડર કોન્ફરન્સ દરમિયાન પીટર્સને મળ્યા હતા, જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે જયશંકરે બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ચર્ચાની વિગતો આપી ન હતી.

Next Article