યુએસ સેનેટે (US Senate) ગુરુવારે જજ કેતનજી બ્રાઉન જેક્સનને (Ketanji Brown Jackson) દેશની સર્વોચ્ચ અદાલતમાં બેસનાર પ્રથમ અશ્વેત મહિલાની (black woman) પુષ્ટિ કરી હતી. સેનેટે ન્યાયાધીશ કેતનજી બ્રાઉન જેક્સનને સમર્થન આપવા માટે 53 થી 47 મત આપ્યા, જેનાથી તેઓ સુપ્રીમ કોર્ટના પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ બન્યા. ત્રણ રિપબ્લિકન સેનેટર સુસાન કોલિન્સ, લિસા મુર્કોવસ્કી અને મિટ રોમનીએ શાસક ડેમોક્રેટિક પાર્ટીના 50 સભ્યોની તરફેણમાં મતદાન કર્યા બાદ સેનેટે 53-47નો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ જો બાઈડને (America President Joe Biden) કેતનજી બ્રાઉન જેક્સનને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) નામાંકિત કર્યા હતા. બાઈડનના નામાંકન સાથે આ અશ્વેત મહિલા માટે અમેરિકાની (America) સર્વોચ્ચ અદાલત સુધી પહોંચવાનો માર્ગ સાફ થઈ ગયો. આ જાહેરાત સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાનું ચૂંટણી વચન પણ પૂરું કર્યું, જેમાં તેમણે અશ્વેત મહિલાને સર્વોચ્ચ અદાલતમાં મોકલવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેતનજી બ્રાઉન જેક્સન સુપ્રીમ કોર્ટના પ્રથમ અશ્વેત મહિલા જજ બનશે.
The US Senate confirmed Judge Ketanji Brown Jackson for the Supreme Court in a largely partisan vote. The Senate voted 53 to 47 to confirm Judge Ketanji Brown Jackson, making her the first Black woman elevated to the Supreme Court
(File Pic) pic.twitter.com/zs7q5sWxDu
— ANI (@ANI) April 7, 2022
કેતનજી બ્રાઉન જેક્સન હાલમાં ફેડરલ કોર્ટ ઓફ અપીલ્સમાં જજ છે. જસ્ટિસ ક્લેરેન્સ થોમસ પછી આ કોર્ટમાં તેઓ બીજા અશ્વેત જજ છે. લગભગ બે સદીઓથી યુએસ સુપ્રીમ કોર્ટમાં માત્ર ગોરા લોકો જ ન્યાયાધીશ છે. અગાઉ, યુએસ પ્રમુખ જો બાઈડને સુપ્રીમ કોર્ટમાં સંભવિત ખાલી જગ્યા ભરવા માટે ઓછામાં ઓછા ત્રણ અશ્વેત મહિલા ન્યાયાધીશોનુ નામ આગળ ધર્યું હતુ.
યુએસ પ્રમુખ જો બાઈડને જાન્યુઆરી 2021 માં પદ સંભાળ્યું ત્યારથી તેઓ વિવિધ સમુદાયોના ન્યાયાધીશોને ફેડરલ બેન્ચ માટે નામાંકિત કરવાની પ્રક્રિયામાં જોડાયેલા છે. તેમણે અપીલની ફેડરલ કોર્ટમાં પાંચ અશ્વેત મહિલા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં સફળતા મેળવી છે, જ્યારે સેનેટમાં ત્રણ વધારાના નામાંકન બાકી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ, ઈમરાનના મંત્રીએ નિર્ણયમાં દર્શાવી ખામીઓ