આખા કાબુલ એરપોર્ટને ઉડાવવાનો હતો પ્લાન, પોતાના ઉપર 11 કિલો વિસ્ફોટક બાંઘીને ઘૂસ્યો હતો આતંકી

|

Aug 28, 2021 | 9:48 AM

હુમલો કરનાર કાબુલ એરપોર્ટના ગેટની ઘણી અંદર ઘૂસી ગયો હતો જ્યાંથી અફઘાનિસ્તાનની બહાર નિકળવા માંગતા અફઘાની નાગરીકોની ભીડ જમા હતી.

આખા કાબુલ એરપોર્ટને ઉડાવવાનો હતો પ્લાન, પોતાના ઉપર 11 કિલો વિસ્ફોટક બાંઘીને ઘૂસ્યો હતો આતંકી
Sucide Bomber carried unusually large explosive pack to Kabul Airport

Follow us on

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં (Kabul) સ્થિત હામિદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની (Hamid Karzai International Airport) બહાર હુમલો કરનાર વ્યક્તિએ પોતાની સાથે 25 પાઉન્ડ (લગભગ 11 કિલો) વિસ્ફોટક પોતાની સાથે લીધા હતા. અમેરીકાના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. આ હુમલામાં 169 અફઘાન નાગરીકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં 13 અમેરીકી સૈનિકો પણ સામેલ છે. આ હુમલાની જવાબદારી (Islamic State) સાથે જોડાયેલી એક ગૃપે લીધી છે.

નામ ન છાપવાની શરત પર આ અધિકારીએ વિસ્ફોટના પ્રારંભિક આકલન પર ચર્ચા કરી. અધિકારીએ જણાવ્યુ કે, ભારી માત્રામાં વિસ્ફોટક હોવાને કારણે આટલો મોટો વિસ્ફોટ થયો છે. આ જ કારણ હતુ જેને કારણે એરપોર્ટના ગેટની અંદર હાજર સૈનિકોની સાથે સાથે બહાર તૈનાત સૈનિકો અને અફઘાનીઓના મોત થયા. સામાન્ય રીતે આત્મઘાતી હુમલો કરનારને 10 પાઉન્ડના વિસ્ફોટકો સાથે હુમલો કરતા જોયા છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર કાબુલ એરપોર્ટના ગેટની ઘણી અંદર ઘૂસી ગયો હતો જ્યાંથી અફઘાનિસ્તાનની બહાર નિકળવા માંગતા અફઘાની નાગરીકોની ભીડ જમા હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કાબુલમાં થઇ શકે છે હજી એક હુમલો

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે કાબુલમાં બીજો આતંકવાદી હુમલો થવાની શક્યતા છે અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એરપોર્ટ પર સૌથી વધુ સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે આ મિશનના આગામી થોડા દિવસો અત્યાર સુધીનો સૌથી ખતરનાક સમય હશે.

રાષ્ટ્રપતિ  બાઇડેનને આ વિશે જાણ કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે સિચ્યુએશન રૂમમાં મળ્યા હતા, જેમાં ક્ષેત્રના ટોચના કમાન્ડરો અને રાજદ્વારીઓ સામેલ હતા. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ સુરક્ષિત વીડિયો ટેલિકોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. રાષ્ટ્રપતિએ યુએસ લશ્કરી હાજરી સમાપ્ત થયા પછી પણ અન્ય દેશના નાગરિકો અને અફઘાન નાગરીકો માટે દેશ છોડવા સલામત માધ્યમ મેળવવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવા નિર્દેશ આપ્યો.

કાબુલ હુમલાના માસ્ટરમાઇન્ડને અમેરીકાએ કર્યો ઠાર

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા આત્મઘાતી હુમલા બાદ 48 કલાકની અંદર અમેરીકાએ ઇસ્લામિક સ્ટેટ સમૂહ (ISIS-K) વિરુદ્ધ ડ્રોન સ્ટ્રાઇક કરી છે. અમેરીકી રક્ષા મુખ્યાલય પેન્ટાગને દાવો કર્યો છે કે કાબુલ હુમલાના અંજામ આપનારના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે અને ટારગેટને મારી નાખવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા કાબુલ એરપોર્ટ બહાર થયેલા આત્મઘાતી હુમલામાં અમેરીકાના 13 સૈનિક સહિત 169 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો –

કાકા ભત્રીજાનો દમદાર અંદાજ જોવા મળ્યો રશિયામાં, જાણો સલમાન ખાનની ફિલ્મના સેટ પર શું કરે છે તેનો ભત્રીજો?

આ પણ વાંચો –

કામની વાત : ખૂબ કામની છે આ પાંચ Government Apps, જાણો તેને ડાઉનલોડ કરવાના ફાયદા

Published On - 9:47 am, Sat, 28 August 21

Next Article