જમ્મુ-કાશ્મીરના પુલવામા CRPF જવાનો પર થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર દુનિયામાંથી નિંદા થઈ રહી છે. જેના પર ચીન તરફથી નિંદા તો કરવામાં આવી છે પરંતુ સાથે જ આ હુમલામાં સામેલ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યા મસૂદ અઝહરનો સાથ ન છોડવાની દલીલ કરી છે.
ભારત તરફથી અઝહરને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સ્થાન આપવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે, જેમાં ચીન સતત વિરોધ કરી રહ્યું છે. હાલમાં ભારત પર થયેલા આત્મઘાતી હુમલા પછી પણ પેઈચિંગ અઝહરને મદદ કરવામાંથી પાછળ નથી જઈ રહ્યું. જેને મદદ કરવામાં હજી પણ ચીન રસ દાખવી રહ્યું છે.
આ પણ વાંચો : દેશમાં જમ્મૂ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે જુઓ શું કહી રહ્યું છે પાકિસ્તાની મીડિયા?
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે શુક્રવારે કહ્યું કે, ચીનને પુલવામા આત્મઘાતી હુમલાની જાણકારી મળી રહી છે. અમે શહીદોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમજ આ પ્રકારના હુમલાની નિંદા કરીએ છે. જ્યારે શુઆંગને અઝહરને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સ્થાન આપવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુંકે, આ માટે સુરક્ષા પરિષદની 1267 કમિટિની યાદી અને આતંકવાદી સંગઠનો પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઇએ.
સાથે જ શુઆંગે કહ્યું કે, જૈશ-એ-મોહમ્મદ સુરક્ષા પરિષદના પ્રતિબંધ સૂચીમાં સ્થાન મેળવી ચુક્યું છે. જેને ચીન પોતાની રીતે હેન્ડલ કરવાનું ચાલું રાખશે. અહીં ચીનના બે રૂપ સામે આવી રહ્યા છે જેમાં તે એક તરફ આતંકીઓનો વિરોધ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પ્રતિબંધ લગાવવા માટે કોઈ જ પગલાં નથી ભરી રહ્યું.
ભારત તરફથી આ મામલે તમામ આંતરરાષ્ટ્રીય સ્તર પર દબાણ વધારવાના પ્રયત્ન કરી રહ્યું છે. જેના માટે આતંરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદ પણ ફરી એક વખત 1267 સભ્યોની કમિટિ સાથે ચર્ચા કરવા માટે વિચારણા કરી રહ્યું છે. ત્યારે ચીન આ મામલે પોતાનું વલણ હજી પણ છોડવા તૈયાર નથી.
[yop_poll id=1443]
Published On - 9:46 am, Fri, 15 February 19