ઈઝરાયેલની સિરિયા પર એરસ્ટ્રાઈક, ઈરાની દૂતાવાસ જમીનદોસ્ત, અત્યાર સુધી 7 લોકોના મોત

|

Apr 02, 2024 | 6:45 AM

ત્યારે ઈરાનની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે હુમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું. જહદીએ પહેલા 2016 સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું.

ઈઝરાયેલની સિરિયા પર એરસ્ટ્રાઈક, ઈરાની દૂતાવાસ જમીનદોસ્ત, અત્યાર સુધી 7 લોકોના મોત

Follow us on

ઈઝરાયેલના હવાઈ હુમલામાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલર ડિવિઝનની ઈમારતને નુકસાન પહોંચ્યું. જાણકારી મુજબ ઈમારતની અંદર હાજર તમામ લોકોના મોત થયા અથવા તે ઘાયલ થયા છે. સિરિયાની સરકારી મીડિયાએ સોમવારે આ જાણકારી આપી.

ત્યારે ઈરાનની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે હુમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું. જહદીએ પહેલા 2016 સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું.

અત્યાર સુધી 7 લોકોના મોત

ઈરાનના રાજદૂત હુસૈન અકબરીએ ઈઝરાયેલની નિંદા કરી અને કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનું મોત થયું છે. તેમને કહ્યું કે બચાવકર્મચારીઓને હજુ પણ લોકો કાટમાળ નીચે ફસાયા હોય તેવી આશંકા છે. રાજદૂતે કહ્યું કે ઈમારતની સુરક્ષામાં તૈનાત બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

ઈરાની રાજદૂતનું આવાસ

સિરિયાના વિદેશ મંત્રી ફૈસલ મેકદાદે ઈરાનના રાજદૂત અકબરી સાથે મુલાકાત બાદ મીડિયાને વધુ જાણકારી આપ્યા વગર જણાવ્યું કે ઘણા લોકો માર્યા ગયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝને પોતાના અહેવાલમાં કહ્યું કે ઈરાની રાજદૂતનું આવાસ કાંસુલર ભવનમાં હતું, જે દુતાવાસની પાસે સ્થિત હતું. સરકારી સમાચાર એજન્સી સનાએ એક સૈન્ય સુત્રના હવાલાથી કહ્યું કે માઝેહના કડક સુરક્ષાવાળા વિસ્તારમાં ઈમારત જ જમીનદોસ્ત થઈ ગઈ છે. રાહતકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધી રહ્યા છે. ઈઝરાયેલી સેનાએ તરત જ ટિપ્પણી કરી ન હતી.