
Israel Hamas War: વડા પ્રધાન નેતન્યાહુએ નેતાઓને હમાસની સૈન્ય અને શાસન ક્ષમતાઓને નષ્ટ કરવા માટે લોકોની એકતા અને નિશ્ચય વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે ઇઝરાયેલની જીત સમગ્ર વિશ્વની જીત હશે. હમાસના આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાના ઇઝરાયેલના અધિકારને સમર્થન આપવા બદલ તેમણે અનેક દેશના નેતાઓનો આભાર માન્યો હતો.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે હમાસ પર ચાલી રહેલા હુમલા અંગે ફ્રાન્સ, સ્પેન અને નેધરલેન્ડના નેતાઓ સાથે ટેલિફોન દ્વારા વાત કરી હતી. આ વાતચીતમાં તેણે આતંકવાદી જૂથને ખતમ કરવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. PM નેતન્યાહુએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અને ડચ વડા પ્રધાન માર્ક રુટ્ટે સહિત અનેક નેતાઓ સાથે વાત કરી હતી.
ઇઝરાયેલના PM કાર્યાલયે ટ્વિટર પર તેના સત્તાવાર હેન્ડલ પરથી પોસ્ટ કર્યું કે વડાપ્રધાને નેતાઓને હમાસની સૈન્ય અને શાસન ક્ષમતાઓને ખતમ કરવા માટે લોકોની એકતા અને સંકલ્પ વિશે જણાવ્યું અને કહ્યું કે હમાસ પર ઇઝરાયેલની જીત સમગ્ર વિશ્વ માટે એક જીત હશે.
તેમણે હમાસના ક્રૂર આતંકવાદ સામે ઈઝરાયેલને સમર્થન આપવા બદલ નેતાઓનો આભાર માન્યો હતો. ઇઝરાયેલના PM કાર્યાલયે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન અને મંગળવારે ડચ વડા પ્રધાન રૂટ્ટે આજે ઇઝરાયલ પહોંચશે અને વડા પ્રધાન નેતન્યાહૂને મળશે.
ગાઝામાં સંઘર્ષ વચ્ચે, PM નેતન્યાહૂ શનિવારે તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સને મળ્યા હતા. ઈટાલીના વડાપ્રધાનને અપીલ કરતા તેમણે કહ્યું કે આપણે આ બર્બરતાને હરાવવાની છે. તેમણે કહ્યું કે આ લડાઈ સભ્યતા અને રાક્ષસી લોકો વચ્ચે છે, જેમણે નિર્દોષ લોકો અને બાળકોને માર્યા, વિકૃત કર્યા, બળાત્કાર કર્યો, માથા કાપી નાખ્યા અને બાળી નાખ્યા હતા.
આ દરમિયાન PM મેલોનીએ નેતન્યાહુને ઈઝરાયેલ માટે ઈટલીના સમર્થનની ખાતરી આપી હતી. અમે ઇઝરાયેલના લોકોના બચાવના અધિકારનો બચાવ કરીએ છીએ. અમે સંપૂર્ણપણે સમજીએ છીએ કે આતંકવાદ સામે લડવું પડશે, અને અમે માનીએ છીએ કે તમે તેને શ્રેષ્ઠ રીતે કરવા સક્ષમ છો, અને અમે તે આતંકવાદીઓથી અલગ છીએ.
આ પછી, નેતન્યાહુ સાયપ્રસના રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડૌલિડ્સને મળ્યા અને ભારપૂર્વક કહ્યું કે આ બર્બરતા સામે સંસ્કૃતિની લડાઈ છે. આ પહેલા 7 નવેમ્બરના આતંકવાદી હુમલાને લઈને ચાલી રહેલી પ્રતિક્રિયા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ ઈઝરાયેલની મુલાકાત લીધી હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં 1400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો