Israel Attack On Syria: ઈઝરાયલનો સીરિયા પર મિસાઈલ હુમલો, 3 પેલેસ્ટાઈન સૈનિકો ઘાયલ થયા

સીરિયાની સત્તાવાર SANA ન્યૂઝ એજન્સીએ એક સૈન્ય સુત્રો દ્વારા જણાવ્યું હતું કે, મિસાઇલો હમા પ્રાંતના મસ્યાફ પર છોડવામાં આવી હતી. સીરિયન એર ડિફેન્સ ફોર્સે તેમાંથી ઘણી મિસાઇલોનો નાશ કર્યો હતો.

Israel Attack On Syria: ઈઝરાયલનો સીરિયા પર મિસાઈલ હુમલો, 3 પેલેસ્ટાઈન સૈનિકો ઘાયલ થયા
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 12, 2023 | 6:11 PM

ઇઝરાયલી મિસાઇલોએ રવિવારે પશ્ચિમ સીરિયન શહેરને નિશાન બનાવ્યું હતું, જેમાં ત્રણ પેલેસ્ટિનિયન સૈનિકો ઘાયલ થયા હતા. સીરિયાની સત્તાવાર SANA ન્યૂઝ એજન્સીએ એક સૈન્ય સુત્રો દ્વારા જણાવ્યું હતું કે, મિસાઇલો હમા પ્રાંતના મસ્યાફ પર છોડવામાં આવી હતી. સીરિયન એર ડિફેન્સ ફોર્સે તેમાંથી ઘણી મિસાઇલોનો નાશ કર્યો હતો. જો કે હજુ સુધી કોઈનું મોત થયું નથી. સેનાથી મળેલી તસવીરો અનુસાર મિસાઈલ મેદાનમાં ઉતરી હશે. ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી..

આ પણ વાચો: Israel Attacks On Syria : ભૂકંપની તબાહી વચ્ચે સીરિયા પર ઈઝરાયલનો મિસાઈલ હુમલો, 5ના મોત

ઈઝરાયેલ કહે છે કે તે ઈરાન સમર્થિત મિલિશિયાને નિશાન બનાવે છે, ખાસ કરીને લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ. હિઝબુલ્લાહ લડવૈયાઓ સીરિયામાં તૈનાત છે અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અસદના સરકારી દળો વતી લડી રહ્યા છે.

ઇઝરાયલ સેનાએ ગાજા પટ્ટીમાં કરી એરસ્ટ્રાઇક

ઇઝરાયલની સેનાએ (Israel’s Military) ગાઝા પટ્ટીમાં (Gaza Strip) આતંકવાદીના ઠેકાણા પર હુમલો કર્યો છે. એક દિવસ પહેલા જ હમાસના (Hamas) નિયંત્રણવાળા ગાઝામાંથી ઈઝરાયેલ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં ત્રણ જોરદાર વિસ્ફોટ જોઈ શકાય છે. આ સાથે જ હવામાં ફાઈટર પ્લેનની ગર્જના પણ સંભળાઈ રહી છે. જો કે, હજુ સુધી આ હુમલામાં માં કોઈ જાનહાનિ થઈ નથી.

રોકેટ ઉત્પાદન સુવિધા અને લશ્કરી ચોકીને નિશાન બનાવવામાં આવી હતી

ગયા વર્ષે મે મહિનામાં પણ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું હતું. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, હુમલામાં હમાસની રોકેટ ઉત્પાદન સુવિધા અને લશ્કરી ચોકીને નિશાન બનાવવામાં આવી હતી. તેણે ગાઝા પટ્ટીમાં હિંસા માટે આતંકવાદી ઈસ્લામિક જૂથને પણ જવાબદાર ગણાવ્યું હતું. શનિવારે ગાઝામાંથી છોડવામાં આવેલા બે રોકેટના જવાબમાં આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

રોકેટ મધ્ય ઇઝરાયેલથી દૂર ભૂમધ્ય સમુદ્રમાં પડ્યા હતા. પરંતુ એ સ્પષ્ટ નથી થયું કે આ રોકેટ હુમલા ઈઝરાયેલને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યા હતા કે કેમ. પરંતુ ગાઝા સ્થિત આતંકવાદી સંગઠન અવારનવાર સમુદ્ર તરફ મિસાઈલનું પરીક્ષણ કરતું આવ્યું છે. શનિવારના હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પહેલા પણ અથડામણ થઈ હતી

આ સમયે હમાસ-ઇઝરાયેલ વચ્ચે તણાવ એટલા માટે પણ છે કારણ કે નાના પરંતુ વધુ કટ્ટરપંથી ઇસ્લામિક જેહાદ જેવા જૂથોએ લશ્કરી હુમલાની ચેતવણી આપી છે. તેઓ કહે છે કે જો ઇઝરાયેલ પેલેસ્ટિનિયન કેદીની વહીવટી અટકાયતને સમાપ્ત નહીં કરે તો હુમલા થશે. આ કેદી 130 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. બુધવારે, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ગાઝામાં સુરક્ષા વાડ નજીક ઇઝરાયેલી નાગરિકને ગોળી મારી હતી. આ પછી ઈઝરાયેલે ટેન્ક દ્વારા હમાસના અનેક ટાર્ગેટને નિશાન બનાવીને જવાબ આપ્યો હતો.