Israel Iran war Breaking : ઈરાનની પરમાણુ સાઈટ પર યુએસ-ઇઝરાયલનો હુમલો, અનેક શહેરોને ખાલી કરાવવાની સ્થિતિ

ઈરાને કહ્યું કે, રવિવારના રોજ તેની પરમાણું સાઈટ પર અમેરિકા અને ઈઝરાયલે હુમલો કર્યો છે.IAEAમાં ઈરાનના રાજદુતે કહ્યું કે, અમેરિકા ઈઝરાયલે રવિવારના રોજ ઈરાની ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કર્યો હતો.

Israel Iran war Breaking : ઈરાનની પરમાણુ સાઈટ પર યુએસ-ઇઝરાયલનો હુમલો, અનેક શહેરોને ખાલી કરાવવાની સ્થિતિ
| Updated on: Mar 02, 2026 | 4:21 PM

આજે યુદ્ધનો ત્રીજો દિવસ છે. યુદ્ધ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે, ઈરાને કહ્યું કે, રવિવારના રોજ તેની પરમાણું સાઈટ પર અમેરિકા અને ઈઝરાયલે હુમલો કર્યો છે. IAEAમાં ઈરાનના રાજદુતે કહ્યું કે, અમેરિકા ઈઝરાયલે રવિવારના રોજ ઈરાની ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કર્યો છે. ઈરાની રાજદુતને પુછવામાં આવ્યું કે, ઈરાનમાં ક્યા ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો થયો છે. તો તેમણે કહ્યું કે, ઈઝરાયલ અને અમેરિકાએ નતાન્ઝ ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કર્યો છે.

નાતાન્ઝમાં રેડિયેશન લીકની ચેતવણી

એક બાજુ ઈરાન વિરુદ્ધ યુએસ અને ઈઝરાયલ મિલિટ્રી હુમલાઓ વચ્ચે વિયેનામાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની કટોકટીની બેઠક શરૂ થઈ રહી છે.IAEA એ આ હુમલામાં રેડિએશનની ચેતવણી આપી છે અને કહ્યું છે કે, અનેક મોટા શહેરો ખાલી કરાવવા પડી શકે છે. ઈરાને દાવો કર્યો છે કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે તેના નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ ચેતવણી આપી છે કે નાતાન્ઝમાં રેડિયેશન લીક થઈ શકે છે. જો આવું થશે, તો તેની આસપાસની વસ્તી પર વિનાશક અસરો પડશે. IAEA એ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલને સંયમ રાખવા અપીલ કરી છે.

ઈરાનના નિવેદન બાદ, સંગઠને સ્વીકાર્યું કે જો આવું થાય છે, તો રેડિયેશનના સંપર્કમાં આવવાના જોખમને નકારી શકાય નહીં. જ્યારે આની પુષ્ટિ થઈ નથી, એવું માનવામાં આવે છે કે આ ઈરાન દ્વારા અમેરિકા અને ઈઝરાયલ પર દબાણ વધારવાનો પ્રયાસ હોઈ શકે છે. અમેરિકા કે ઈઝરાયલ તરફથી આ દાવા પર કોઈ ઔપચારિક જાહેર પ્રતિભાવ મળ્યો નથી. IAEA દ્વારા સંભવિત નુકસાન અથવા રેડિયેશનના સંપર્કના વિગતવાર મૂલ્યાંકનની પણ રાહ જોઈ રહ્યું છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ

તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે ઈરાન પર અટેક શરુ કર્યો છે. આ અટેકમાં સુપ્રીમ લીડર અલી ખામેનીને નિશાને બનાવવામાં આવ્યા હતા. તેનું મૃત્યું થયુ છે.જેનો જવાબ આપતા ઈાને પણ ઈઝરાયલ પર મિસાઈલનો વરસાદ કર્યો હતો. તો બીજી બાજુ મિડિલ ઈર્સ્ટમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ લડી રહેલા ઇરાન સામે ઘણા ગલ્ફ અને યુરોપિયન દેશો પણ એક થયા છે. તેમાંથી બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ સંયુક્ત નિવેદન જાહેર કરીને ઇરાન સામે યુદ્ધની ઘોષણા કરી છે.આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઈરાન હવે આ યુદ્ધમાં એકલું પડી ગયું છે.

28 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે ઈઝરાયેલ પર ઈરાન અને અમેરિકાએ હુમલો કર્યો. સુપ્રીમ લીડર અલી ખામેનીના લક્ષ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા, જેમાં તેમનું મૃત્યુ થયું. અહી ક્લિક કરો

Published On - 3:52 pm, Mon, 2 March 26