ઈઝરાયેલ હમાસ યુદ્ધ: પીએમ નેતન્યાહૂએ આપી ચેતવણી, કહ્યું ‘હમાસને પુરી રીતે નષ્ટ કરીશું, યુદ્ધનો બીજો તબક્કો શરૂ’

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ આક્રમક સ્તરે પહોંચી ચૂક્યુ છે. જેમાં 7000થી વધુ નિર્દોષ લોકો ભોગ બન્યા છે. હાલમાં 229 જેટલા લોકોને હમાસે બંધક બનાવ્યા છે. ત્યારે બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાને હમાસને પુરી રીતે નષ્ટ કરવા માટે તૈયારી દર્શાવી છે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે છેલ્લા 23 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.

ઈઝરાયેલ હમાસ યુદ્ધ: પીએમ નેતન્યાહૂએ આપી ચેતવણી, કહ્યું 'હમાસને પુરી રીતે નષ્ટ કરીશું, યુદ્ધનો બીજો તબક્કો શરૂ'
PM Benjamin NetanyahuImage Credit source: File Image
Follow Us:
| Updated on: Oct 29, 2023 | 7:52 AM

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 23મો દિવસ છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ચરમસીમા પર પહોંચી ચૂક્યુ છે. જેમાં હજારો નિર્દોષ લોકોના મોત થયા છે. તેની વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટુ નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલી વડાપ્રધાને કહ્યું કે ગાઝામાં યુદ્ધ હાલમાં ચાલુ રહેશે. તેલઅવીવમાં મીડિયા સાથે વાતચીત કરતા નેતન્યાહુએ કહ્યું કે ગાઝામાં યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, કારણ કે ઈઝરાયેલે ત્યાં હવાઈ હુમલા વધારી દીધા છે અને અમારા સૈનિકોએ હમાસના આતંકીઓનો સફાયો કરવા માટે જમીની સ્તર પર પણ ઓપરેશન ઉગ્ર બનાવ્યું છે.

વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે અમે નક્કી કર્યુ છે કે હમાસને પુરી રીતે નષ્ટ કરીને જ રહીશું. યુદ્ધના બીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે તે લાંબો સમય ચાલશે. યુદ્ધમાં અમે મજબૂતીથી ઉભા રહીશું અને પહેલા કરતા વધારે એકજૂટ થઈશું. અમે સાથે મળીને લડીશું અને જીતીશું.

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બંધકોના પરિવારજનો સાથે મુલાકાત કરી

બીજી તરફ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે ગાઝામાં બીજી વખત બંધકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને કહ્યું કે તેમની સરકાર બંધકોને ઘરે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમને બંધકોના પરિવારના લોકોને વચન પણ આપ્યું કે તે તમામ લોકોને પરત લાવવા દરેક પ્રકારના પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે હમાસે ગાઝામાં 229 લોકોને બંધક બનાવીને રાખ્યા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે ઉઠાવ્યું મોટું પગલું, પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી

ગાઝામાં અત્યાર સુધી 7700થી વધારે લોકોના મોત

છેલ્લા 23 દિવસથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ તેના જવાબમાં ઈઝરાયલે ગાઝામાં ઘણા હવાઈ હુમલા કર્યા. ઈઝરાયેલે ગાઝાને પુરી રીતે તબાહ કરી દીધુ. ગાઝામાં અત્યાર સુધી 7700થી વધારે લોકોના મોત થયા છે. જેમાં 3000 જેટલા બાળકો અને 1500 જેટલી મહિલાઓ સામેલ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">