Israel and Hamas Conflict: આકાશમાંથી રોકેટનો વરસાદ, ધરતી પર તબાહીના દ્રશ્યો, વાંચો ઈઝરાયેલ પર આજે જ કેમ થયો હુમાસનો હુમલો?

|

Oct 07, 2023 | 9:55 PM

Israel and Hamas Conflict: ઈઝરાયેલની ઉપર એક સાથે 5000થી વધારે રોકેટ છોડવામાં આવ્યા તેવુ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. પેલેસ્ટાઈનના હમાસ જૂથે ઈઝરાયેલમાં ઘુસણખોરી કરી છે. પેલેસ્ટાઈનના ઘણા પેરાગ્લાઈડર પણ ઈઝરાયેલમાં ઉતર્યા છે. ઈઝરાયેલના તંત્ર તરફથી પહેલા જ ચેતવણી જાહેર કરવામાં આવી ચૂકી છે.

Israel and Hamas Conflict: આકાશમાંથી રોકેટનો વરસાદ, ધરતી પર તબાહીના દ્રશ્યો, વાંચો ઈઝરાયેલ પર આજે જ કેમ થયો હુમાસનો હુમલો?
Israel and Hamas Conflict

Follow us on

Israel and Hamas Conflict: રશિયા યુક્રેન વચ્ચે હજુ યુદ્ધ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી, ત્યારે આજે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ફરી એક વાર તણાવ વધી ગયો છે, જ્યારે હમાસ જૂથે શનિવારે સવારે ઈઝરાયેલમાં 5000 રોકેટથી હુમલો કર્યો. હમાસના આ હુમલામાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધારે લોકો ઘાયલ થયા છે. સવારથી જ ઈઝરાયેલ પર ગાજાથી રોકેટોનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારબાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી દીધી અને કાઉન્ટર એટેકમાં હમાસ જૂથના લગભગ 200 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલની સર્જિકલ સ્ટ્રાઈક હાલમાં યથાવત છે.

ઈઝરાયેલની ઉપર એક સાથે 5000થી વધારે રોકેટ છોડવામાં આવ્યા તેવુ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. પેલેસ્ટાઈનના હમાસ જૂથે ઈઝરાયેલમાં ઘુસણખોરી કરી છે. પેલેસ્ટાઈનના ઘણા પેરાગ્લાઈડર પણ ઈઝરાયેલમાં ઉતર્યા છે. ઈઝરાયેલના તંત્ર તરફથી પહેલા જ ચેતવણી જાહેર કરવામાં આવી ચૂકી છે. બંને પક્ષ તરફથી હુમલા કરવામાં આવી રહ્યા છે. આજે જાનહાનિમાં વધારો થયો હતો કારણ કે ગાઝા પટ્ટી ચલાવતા પેલેસ્ટિનિયન જૂથે વર્ષો બાદ ઈઝરાયેલ પર આ સૌથી મોટો હુમલો કર્યો, ઘેરાયેલા પ્રદેશમાંથી હજારો રોકેટ છોડ્યા બાદ દેશના દક્ષિણ ભાગમાંથી ઘુસણખોરી કરી પણ સવાલ હજુ પણ એ જ છે કે આજે જ કેમ આ હુમલો કરવામાં આવ્યો?

આ પણ વાંચો: અનેક ઈમારતો ધરાશાયી, ટેન્કો પર કર્યો કબજો, હમાસના 5000 રોકેટથી ઈઝરાયેલ હચમચી ગયું, જુઓ Photos

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

સાઉદી ઈઝરાયેલને આપવાનું હતુ માન્યતા

આ હુમલાના સમયને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ યુદ્ધ એવા સમયે છેડાયુ છે જ્યારે અમેરિકા સાઉદી અરબ અને ઈઝરાયેલની વચ્ચે કરાર કરાવવાના પ્રયત્નમાં લાગ્યુ છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે તે ઈઝરાયેલની સાથે સંબંધ સામાન્ય કરવાની ખુબ જ નજીક છે.

ક્રાઉન પ્રિન્સે તે તમામ અહેવાલ પણ રદ કરી દીધા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે પેલેસ્ટાઈનના મુદ્દાને લઈને સાઉદી અરબે ઈઝરાયેલની સાથે સંબંધ સુધારવાની વાતચીત પ્રક્રિયાને અટકાવી દીધી છે. જણાવી દઈએ કે ગાજાની સાથે ઈઝરાયેલની અસ્થિર સરહદ પર ઘણા અઠવાડિયાથી વધતા તણાવ અને ઈઝરાયેલના કબ્જાવાલા વેસ્ટ બેન્કમાં મહિનાઓ સુધી ચાલેલી ઘાતક અથડામણ પછી ઈઝરાયેલી સેના અને પેલેસ્ટિનિયન જૂથ વચ્ચે મોટી લડાઈ શરૂ થઈ છે. આ વર્ષે અત્યાર સુધી ઈઝરાયેલી સેના દ્વારા ઓછામાં ઓછા 246 પેલેસ્ટિનિયનને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે પહેલા પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવેલા હુમલામાં 32 ઈઝરાયેલ અને બે વિદેશી નાગરિકોના મોત થયા હતા.

આ હુમલા અને વિવાદનું કારણ અલ અક્સા મસ્જિદ કમ્પાઉન્ડને માનવામાં આવી રહ્યું છે. હમાસના મિલિટ્રી કમાન્ડર મોહમ્મદ દીફે ઓપરેશન અલ અક્સા સ્ટોર્મની જાહેરાત કરતા કહ્યું કે તેનો ઉદ્દેશ્ય અલ અક્સા કમ્પાઉન્ડને મુકત કરવાનો છે.

જણાવી દઈએ કે આ અલ અક્સા મસ્જિદ યરૂશલમમાં સ્થિત છે. થોડા દિવસ પહેલા અહીં યહૂદી લોકો પોતાનો પર્વ ઉજવવા માટે ભેગા થયા હતા. આ અલ અક્સા કમ્પાઉન્ડમાં જ એક ટેમ્પલ માઉન્ટ પણ સ્થિત છે, અહીં યહૂદી લોકો પ્રાર્થના કરે છે.

મોહમ્મદ દીફે હુમલાના કારણનો ખુલાસો કરતા કહ્યું કે ઈઝરાયેલની સામે હમાસનો હુમલો તેમનું પ્રથમ પગલુ છે. તે લોકો દુશ્મનને ચેતવણી આપી રહ્યા છે તે અલ અક્સા મસ્જિદને લઈ આક્રમકતા નહીં અપનાવે. તેમને કહ્યું કે તે લોકો ઝુકશે નહીં, દુશ્મનની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article