ઈરાકના ઉત્તરી બગદાદમાં (Norther Baghadad) સ્થિત આર્મી બેરેક પર ઈસ્લામિક સ્ટેટના (Islamic State) બંદૂકધારીઓએ (ISIS Attack on Soldiers) હુમલો કર્યો છે. જેમાં 11 જવાનો શહીદ થયા હતા. ઈરાકના સુરક્ષા અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો અલ-અઝીમ જિલ્લામાં થયો હતો, જે દિયાલા પ્રાંતમાં બાકુબાની ઉત્તરે આવેલા ખુલ્લા વિસ્તાર છે. હુમલા વિશે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી. તે તાજેતરના મહિનાઓમાં ઇરાકી દળો પરના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે.
એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરનારા બે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યાની આસપાસ બેરેકમાં ઘૂસી ગયા હતા અને સૈનિકોને ગોળી મારીને હત્યા કરી હતી. અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે વાત કરી કારણ કે તેમને સત્તાવાર નિવેદન જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મીડિયા અહેવાલો અનુસાર, જ્યાં હુમલો થયો તે સ્થળ રાજધાની બગદાદથી 120 કિલોમીટર ઉત્તરમાં છે.
વર્ષ 2017માં દેશમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો મોટા પાયે પરાજય થયો હતો. જો કે, તે સ્લીપર સેલ દ્વારા ઘણા વિસ્તારોમાં સક્રિય રહે છે. આ સુન્ની મુસ્લિમ ઉગ્રવાદી જૂથના આતંકવાદીઓ હજુ પણ હિંસક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેઓ વારંવાર સુરક્ષા દળો, પાવર સ્ટેશનો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવે છે. ઑક્ટોબરમાં, મશીનગનથી સજ્જ ISના આતંકવાદીઓએ દિયાલા પ્રાંતના એક શિયા પ્રભુત્વ ધરાવતા ગામમાં હુમલો કર્યો હતો. જેમાં 11 નાગરિકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
આતંકવાદીઓએ કેટલાક લોકોનું અપહરણ કર્યું હતું અને ખંડણીની માંગણી કરી હતી અને જ્યારે આ રકમ આપવામાં આવી ન હતી, ત્યારે તેઓએ ગ્રામીણો પર હુમલો કર્યો હતો.
તાજેતરના મહિનાઓમાં ઇરાક અને પડોશી સીરિયામાં ISના હુમલામાં વધારો થયો છે. જ્યાં આતંકી સંગઠન ફરી એકવાર પોતાના પગ પેસારી રહ્યું છે. ગુરુવારે સાંજે, IS આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ સીરિયામાં એક અટકાયત કેન્દ્ર પર હુમલો કર્યો અને ત્યાં રોકાયેલા તેમના આતંકવાદીઓને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. હસાકેહ શહેરમાં આવેલી ગેરવાન જેલમાં લગભગ 3,000 કેદીઓ છે, જે કુર્દિશની આગેવાની હેઠળના દળો દ્વારા નિયંત્રિત છે. તેઓ કહે છે કે કેદીઓએ હંગામો કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. બંદૂકધારીઓએ સુરક્ષા દળો સાથે પણ ઝપાઝપી કરી હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –