ભારત માટે ખતરાની ઘંટી ? હિંદ મહાસાગરમાં Iran, Russia અને Chinaની સંયુક્ત કવાયત શરૂ

Iran Russia China joint Naval Drill: ઈરાન, રશિયા અને ચીનના નૌકાદળે ફરી એકવાર કવાયત કરી છે. આ કવાયત હિંદ મહાસાગરના 17 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં થઈ રહી છે.

ભારત માટે ખતરાની ઘંટી ? હિંદ મહાસાગરમાં Iran, Russia અને Chinaની સંયુક્ત કવાયત શરૂ
Iran Russia China Joint Naval Drill in Indian ocean (Image- AFP)
| Edited By: | Updated on: Jan 21, 2022 | 4:59 PM

દરિયાઈ સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે ઈરાન, રશિયા (Russia) અને ચીનની (China) નૌસેનાએ શુક્રવારે હિંદ મહાસાગરમાં(Indian Ocean) યુદ્ધાભ્યાસ (Joint Naval Exercise) શરૂ કરી દીધો છે. ઈરાનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે. ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલે કહ્યું કે તેના 11 જહાજો, રશિયન વિનાશક સહિત ત્રણ યુદ્ધ જહાજો અને ચીનના બે જહાજો આ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. ચેનલના જણાવ્યા અનુસાર આ કવાયતમાં નાના જહાજો અને હેલિકોપ્ટરની સાથે રિવોલ્યુશનરી ગાર્ડ્સ પણ ભાગ લેશે.

મીડિયા અહેવાલ અનુસાર, હિંદ મહાસાગરના ઉત્તરીય ભાગમાં, આ કવાયત 17 હજાર વર્ગ કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવશે અને આ દરમિયાન લડાઈ, બચાવ કામગીરી અને ફાયર ફાઈટિંગની પ્રેક્ટિસ કરવામાં આવશે. કહેવામાં આવે છે કે વર્ષ 2019 (Warships in Indian Ocean) પછી આ ત્રણેય દેશોની ત્રીજી સંયુક્ત નેવલ કવાયત છે. આ કવાયત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે જ રશિયાની મુલાકાત સમાપ્ત કરી છે. રાયસીએ કહ્યું, “તેહરાન અને મોસ્કો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થવાથી આ ક્ષેત્રમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા મજબૂત થશે.”

રશિયન યુદ્ધ જહાજો ચાબહાર પહોંચ્યા

આ પહેલા રશિયન નેવીએ કહ્યું હતું કે તેના યુદ્ધ જહાજો ચાબહાર પહોંચી ગયા છે. ચાબહાર બંદર(Chabahar Port) ભારત માટે ઘણું મહત્વ ધરાવે છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટના જવાબમાં ભારતે અબજો ડોલર ખર્ચીને તેને વિકસાવ્યું છે. તે ઓમાનની ખાડીમાં સ્થિત છે, તેથી તેને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તવમાં ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદરને(Gwadar Port Pakistan) નૌકાદળના કિલ્લા તરીકે વિકસાવી રહ્યું છે. તેનો જવાબ આપવા માટે ભારતે ઈરાનના ચાબહાર બંદરને વિકસાવ્યું પરંતુ હવે ચીનના યુદ્ધ જહાજો પણ ચાબહાર જઈ રહ્યા છે. આના કારણે ભારતના પ્રયાસોને ચોક્કસપણે આંચકો લાગી શકે છે.

2019માં પણ યુદ્ધાભ્યાસ કર્યા હતા

હોંગકોંગ સ્થિત અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ કહે છે કે આ ત્રણેય દેશો વર્ષ 2019માં અહીં યુદ્ધાભ્યાસ કરી ચૂક્યા છે. આ સૈન્ય કવાયત પાછળનું કારણ અમેરિકા અને ક્વાડનો વધતો પ્રભાવ પણ માનવામાં આવે છે. ભારત ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએસ ક્વાડના સભ્ય છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ક્વાડ (QUAD દેશો) ની અસર જોઈને આ ત્રણેય દેશો એકસાથે આગળ આવી રહ્યા છે. ચાબહાર પાછળ ભારતનો બીજો ઉદ્દેશ્ય પાકિસ્તાનથી અફઘાનિસ્તાન સુધીનો વૈકલ્પિક માર્ગ તૈયાર કરવાનો હતો. જેનાથી મધ્ય એશિયામાં પ્રવેશ સુનિશ્ચિત કરી શકાય.

આ પણ વાંચો:

જુઓ વીડિયો: ગ્રીસને મળ્યા ‘Rafale’, રાજનાથ સિંઘની ‘શસ્ત્ર પૂજન’નું કરાયું અનુકરણ

 

આ પણ વાંચો:

ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટના બંદૂકધારીઓએ આર્મી બેરેક પર હુમલો કર્યો, 11 સૈનિકો માર્યા ગયા

Published On - 4:25 pm, Fri, 21 January 22