Iran missile attack : મિસાઇલ હુમલા બાદ તેહરાનમાં ભારે વિનાશ, TV9નો તેહરાનથી ગ્રાઉન્ડ રિપોર્ટ, જુઓ Video

TV9 ગુજરાતીએ ઈરાનના તેહરાનથી મિસાઈલ હુમલા બાદના વિનાશના એક્સક્લૂસિવ દ્રશ્યો રજૂ કર્યા છે. એક મહિના પહેલા થયેલા આ હુમલામાં શહેરી વિસ્તારો, ખાસ કરીને સંશોધન કેન્દ્રો અને યુનિવર્સિટીઓની લેબોરેટરીઓને નિશાન બનાવવામાં આવી હતી.

Iran missile attack : મિસાઇલ હુમલા બાદ તેહરાનમાં ભારે વિનાશ, TV9નો તેહરાનથી ગ્રાઉન્ડ રિપોર્ટ, જુઓ Video
| Updated on: May 06, 2026 | 10:32 PM

ઈરાનની ધરતી પરથી સામે આવી રહી છે એવી એક્સક્લૂસિવ તસવીરો, જે અત્યાર સુધી દુનિયાએ ભાગ્યે જ જોઈ હશે. એક મહિના પહેલા જ્યાં મિસાઈલોના ભયાનક અવાજથી તેહરાન ધ્રુજી ઉઠ્યું હતું, ત્યાં હવે ભારતનું પ્રથમ મીડિયા ગ્રુપ TV9 પહોંચી ગયું છે. કાટમાળમાં ફેરવાયેલા વિસ્તારો, તૂટી પડેલી લેબોરેટરીઓ અને ડરના માહોલ વચ્ચે પણ સામાન્ય જીવન જીવવાનો પ્રયત્ન કરતા લોકોની હકીકત હવે ગ્રાઉન્ડ પરથી સામે આવી રહી છે.

ઈરાન અને અમેરિકાના વધતા તણાવ વચ્ચે તેહરાન પર થયેલા મિસાઈલ હુમલાની અસર આજે પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. TV9ની ટીમ સીધી એ સ્થળે પહોંચી, જ્યાં હુમલા પછી વિનાશના દૃશ્યો સર્જાયા હતા. એક મહિના બાદ પણ અનેક જગ્યાઓ પર કાટમાળના ઢગલા દેખાઈ રહ્યા છે, જ્યારે તૂટી ગયેલી ઈમારતો આ હુમલાની ગંભીરતા દર્શાવે છે.

આ હુમલામાં મહત્વના સંશોધન કેન્દ્રોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને જાણીતી યુનિવર્સિટીઓમાં આવેલી સંશોધન લેબોરેટરીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. સેટેલાઈટ વિકાસ અને વૈજ્ઞાનિક સંશોધન સાથે જોડાયેલા ઘણા વિભાગો હવે સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

શરીફ યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પહોંચેલી TV9ની ટીમે જોયું કે અનેક બિલ્ડિંગ્સ અડધા તૂટી પડ્યા છે. અંદરની મોંઘી સંશોધન સાધનસામગ્રી પણ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે આ માત્ર ભૌતિક નુકસાન નથી, પરંતુ ઈરાનના વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ ભવિષ્ય માટે મોટો ઝટકો છે.

વિશ્લેષકોના મત અનુસાર આ હુમલો કોઈ સામાન્ય હુમલો નહોતો. ખાસ કરીને એવા સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જે ઈરાન માટે રણનીતિક રીતે અત્યંત મહત્વના ગણાય છે. આ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે હુમલો લાંબા ગાળાની રણનીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.

હુમલાના એક મહિના બાદ પણ તેહરાનના ઘણા વિસ્તારોમાં ભયનો માહોલ યથાવત છે. અનેક જગ્યાઓ પર કામકાજ હજુ સંપૂર્ણ રીતે શરૂ થયું નથી. સ્થાનિક લોકો આજે પણ તે ભયાનક ઘટનાને યાદ કરીને સાવચેત નજરે પડે છે. TV9ની આ ગ્રાઉન્ડ રિપોર્ટ ઈરાનમાં થયેલા વિનાશ અને ત્યાંના લોકોની હાલતને નજીકથી દર્શાવે છે.

ગુજરાતમાં છે પ્રતિબંધ, દેવામાં ડૂબેલા પાકિસ્તાને શરૂ કર્યો આ ધંધો

Published On - 10:31 pm, Wed, 6 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.