પરમાણુ હથિયારોને લઈને ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે તણાવ ચરમસીમા પર છે. એ વાતનું જોખમ વધી ગયુ છે કે જો ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ (Nuclear Program) બંધ ન કરે અને તે ઉગ્રવાદીઓને મદદ કરવાનું બંધ નહી કરે, કે જેઓ ઈઝરાયલ વિરુદ્ધ કામ કરી રહ્યા છે, તો ઈઝરાયલ તેમના પર પણ હુમલો કરી શકે છે. ઈરાનના એક દૈનિક અખબારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીના હુમલાના નિવેદન પર પલટવાર કરતા ઈઝરાયલનો નકશો પ્રકાશિત કર્યો છે. જેમાં હુમલાના સંભવિત લક્ષ્યો દર્શાવવામાં આવ્યા છે. હવે એવું માનવામાં આવે છે કે આ નકશાને કારણે ફરી એકવાર બંને દેશો વચ્ચે વિવાદ વધશે.
અહેવાલ મુજબ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ આવતા વર્ષે મોટા પાયે સૈન્ય અભ્યાસ હાથ ધરવાની પુષ્ટિ કરી છે. આ દર્શાવે છે કે ઈઝરાયલની સેના ઈરાન પર હુમલો કરવા માટે કેટલી ઉત્સુક છે. અખબારે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખામનેઇ (Ayatollah Ali Khamenei) તરફથી 2013ની ચેતવણીનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. જેમાં ખામનેઇએ ઈઝરાયલને ચેતવણી આપી હતી કે ઈરાન પર હુમલાના ગંભીર પરિણામો આવશે.
ખામનેઇએ એમ પણ કહ્યું કે ક્યારેક યહૂદી શાસનના નેતાઓ અમને ધમકાવતા હોય છે. તેઓ લશ્કરી હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે તેઓ જાણે છે, જો તેઓ ભૂલ કરે તો ઈરાને તેલ અવીવ અને હાઈફાનો નાશ કરવો જોઈએ. મીડિયા હાઉસે એ જણાવ્યું નથી કે નકશા પરની માહિતી ઈરાનની યુદ્ધ વ્યૂહરચનાનો ભાગ છે કે પછી તે કલ્પનાના આધારે તૈયાર કરવામાં આવી છે. નકશો વિચિત્ર છે કારણ કે સમાચાર ઇઝરાયલ પર હુમલાની વાત કરી રહ્યા છે, પરંતુ તેમાં લેબનોન અને પેલેસ્ટિનિયન શહેરોના ભાગો પણ દેખાય છે. આ સિવાય તેમાં ઈઝરાયલના નેગેવ રણનો પણ ઉલ્લેખ છે.
ઈરાનના એટોમિક એનર્જી ઓર્ગેનાઈઝેશનના વડા મોહમ્મદ ઈસ્લામીએ પણ ઈઝરાયલને તેના પરમાણુ પ્લાન્ટ પર સંભવિત હુમલાના અહેવાલો પર ચેતવણી આપી છે.
તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈઝરાયલે પહેલા પોતાની જાતને અરીસામાં જોવી જોઈએ અને અમને ધમકી આપતા પહેલા તેની ક્ષમતાઓનું પરીક્ષણ કરવું જોઈએ. આ સિવાય ઈઝરાયલના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલાની તૈયારી માટે ઈઝરાયેલે $1.5 બિલિયનનું ફંડિંગ મંજૂર કર્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બજેટનો ઉપયોગ ફાઈટર જેટ્સ માટે હથિયાર બનાવવા અને ગુપ્ત માહિતી એકત્ર કરવા તેમજ ભૂગર્ભ હથિયાર કેન્દ્રો પર હુમલો કરવા માટે કરવામાં આવશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –