ઈઝરાયલના તેલ અવીવમાં ખેલ ખતમ, અમે હેડક્વાર્ટર ઉડાવી દીધું… યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) મંગળવારે જાહેરાત કરી કે, તેમણે તેલ અવીવમાં ઇઝરાયલના જાસૂસી સંસ્થાના ગુપ્ત મથક 'મોસાદ' પર હુમલો કર્યાનો દાવો કર્યો છે. આ હુમલાથી એક વાત સ્પષ્ટ છે કે બંને દેશો વચ્ચે હવે તણાવ વધી રહ્યો છે.

ઈઝરાયલના તેલ અવીવમાં ખેલ ખતમ, અમે હેડક્વાર્ટર ઉડાવી દીધું... યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો
| Updated on: Jun 17, 2025 | 7:00 PM

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) મંગળવારે જાહેરાત કરી કે, તેમણે તેલ અવીવમાં ઇઝરાયલના જાસૂસી સંસ્થાના ગુપ્ત મથક ‘મોસાદ’ પર હુમલો કર્યાનો દાવો કર્યો છે. આ હુમલાથી એક વાત સ્પષ્ટ છે કે બંને દેશો વચ્ચે હવે તણાવ વધી રહ્યો છે.

ઈરાનના સરકારી મીડિયા રિપોર્ટ અનુસાર , IRGC એ મંગળવારે મિસાઈલ હુમલા દ્વારા ઈઝરાયલની સૌથી શક્તિશાળી એજન્સી મોસાદના ઓપરેશનલ બેઝને ઉડાવી નાખી હતી. તેમણે ઈઝરાયલી મિલિટરી ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (અમન) પર પણ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.

મોસાદનો અડ્ડો નિશાન પર હતો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ કાર્યવાહી યુદ્ધની વચ્ચે ઈઝરાયલને નબળું પાડવા અને તેની ગુપ્તચર શક્તિનો નાશ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. ઈરાનનો દાવો છે કે, આ મિસાઈલ હુમલો તેલ અવીવમાં કરવામાં આવ્યો હતો, જ્યાં મોસાદનો એક પ્રમુખ અડ્ડો આવેલો હતો.

આ હુમલા અંગે ઈઝરાયલ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને તસવીરોમાં તેલ અવીવમાં થયેલ વિસ્ફોટ પછીના ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા.

ઇઝરાયલને પડ્યો મોટો ફટકો

આ હુમલા પર ઇઝરાયલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સુરક્ષા નિષ્ણાતો માને છે કે જો મોસાદ પર હુમલો સફળ થાય છે, તો તે ઇઝરાયલની ગુપ્તચર ક્ષમતાઓ માટે એક મોટો ફટકો હોઈ શકે છે. અમેરિકા અને યુરોપિયન દેશો આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ઘણા દેશોએ બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ સહિતના વિશ્વના અનેક સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો