Vladimir Putin વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ, ઝેલેન્સકીએ કહ્યું – આ બસ શરુઆત છે…

યૂક્રેનને બરબાદ કરવા અને યુદ્ધ માટે દુનિયામાં મોટા ભાગના લોકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને માની રહી છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બાળકોના અધિકારોના કેસમાં વિશ્વ અદાલતે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

Vladimir Putin વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ,  ઝેલેન્સકીએ કહ્યું - આ બસ શરુઆત છે...
Arrest warrant to vladimir putin
| Edited By: | Updated on: Mar 17, 2023 | 11:49 PM

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી  રહ્યું  છે. આ યુદ્ધમાં હજારો પરિવાર વેરવિખેર થયા છે. યૂક્રેનને બરબાદ કરવા અને યુદ્ધ માટે દુનિયામાં મોટા ભાગના લોકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જવાબદાર  માની રહ્યા છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બાળકોના અધિકારોના કેસમાં વિશ્વ અદાલતે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. શુક્રવારે આ અંગે માહિતી આપતાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ કહ્યું કે, કોર્ટે યુક્રેનિયન બાળકોના ગેરકાયદે  દેશનિકાલના સંબંધમાં ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

રશિયાના બાળ અધિકાર કમિશનર મારિયા લ્વોવા-બેલોવા સામે પણ આવા જ આરોપમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રશિયા સરકાર હંમેશા આ આરોપોને નકારી રહી છે. પરંતુ તેમણે ધરપકડ વોરંટ પર તરત જ પ્રતિક્રિયા આપી ન હતી. મળતી માહિતી મુજબ, કોર્ટે યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું છે.

આંતરાષ્ટ્રીય કોર્ટે શું કહ્યું?

 

 


તમને જણાવી દઈએ કે, રશિયા આંતરાષ્ટ્રીય કોર્ટ (ICC)નું સભ્ય નથી. આવી સ્થિતિમાં, કોર્ટ પુતિન વિરુદ્ધ વોરંટને કેવી રીતે લાગુ કરવાની યોજના ધરાવે છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રિપોર્ટ્સ અનુસાર, પુતિન લોકોને ગેરકાયદે રીતે દેશનિકાલ કરવા અને ખાસ કરીને બાળકોને યુક્રેનના કબજા હેઠળના પ્રદેશમાંથી રશિયન ફેડરેશનમાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવા માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે. આંતરાષ્ટ્રીય કોર્ટેએ કહ્યું છે કે આ અપરાધ 24 ફેબ્રુઆરી 2022નો છે એટલે કે યુદ્ધ શરૂ થયું તે સમયનો છે.

ઝેલેન્સકીએ શું કહ્યું ?

યુક્રેનના રાષ્ટ્રપતિ  ઝેલેન્સકીએ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે શુક્રવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવું એ રશિયાના આક્રમણ પર ન્યાય પુનઃસ્થાપિત કરવાની દિશામાં પ્રથમ પગલું છે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ તરફથી પુતિન માટે આ મોટો ઝટકો છે. આ તો બસ શરુઆત છે.

રશિયા સરકારે શું કહ્યું ?

આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના આ નિર્ણય પર રશિયા સરકારની પણ પ્રતિક્રિયા સામે આવી છે. રશિયાએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ રશિયા વિરુદ્ધ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ કોઈ ધરપકડ વોરંટ જાહેર કરી શકે નહીં. રશિયા આંતરાષ્ટ્રીય કોર્ટ (ICC)નું સભ્ય નથી. તેની પાસે આવો કોઈ હક નથી.

આ પણ  વાંચો : Pakistan news : ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી, ધરપકડ વોરંટ સસ્પેન્ડ કરાયું

 

Published On - 11:45 pm, Fri, 17 March 23