
ભારતના સૌથી વધુ નિકટતમ દેશ ઈઝરાયેલ, જેમણે દુનિયાને સેનાઓના વિસ્તારમાં અનેક એવી ટેકનિકથી નવાઝી છે. જેના વિશે ભાગ્ય જ ક્યારેય કલ્પના કરવામાં આવી હશે. ન માત્ર ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દુનિયાને સર્જિકલ સ્ટ્રાઈકનો અર્થ સમજાવ્યો પરંતુ મિલિટ્રી ઈન્ટેલિજન્સ શું હોય છે. તેનો યોગ્ય ઉપયોગ પણ દુનિયાને દેખાડ્યો. ઈઝરાયેલના સંબંધો આજે ભલે શાંતિ સમજૂતિ બાદ યુનાઈટેડ આરબ અમિરાત અને અન્ય મુસ્લિમ દેશોથી વધુ સારા થઈ રહ્યા હોય. પરંતુ એ વાત પણ સાચી છે કે ઈઝરાયેલ સામે પણ તેના અસ્તિત્વને સાચવી રાખવાનો મોટો પડકાર છે. લગભગ એક કરોડની વસતીવાળા આ દેશના નેતૃત્વનું માનીએ તો દરેક નાગરિકની સુરક્ષા તેનો પહેલો ધર્મ છે. એવામાં ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ આ જ ધર્મને પુરો કરવા માટેનો એક ઉદ્દેશ્ય છે. વર્ષ 1949માં મોસાદની શરૂઆત થઈ મોસાદની શરૂઆત ડિસેમ્બર 1949માં થઈ હતી અને તે સમયે તેને ઈન્સ્ટીટ્યુટ ફોર કો-ઓર્ડિનેશન તરીકે ઓળખવામાં આવતી હતી. મોસાદ ખરેખર બ્રિટીશ કાળમાં પેલેસ્ટાઈનમાં યહૂદી સેનાની જ ઈન્ટેલિજેન્સ યુનિટ હતી જેને હૈગાનાહ તરીકે ઓળખવામાં આવતી હતી....
Published On - 7:45 pm, Tue, 17 June 25