
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો જેની સામે ભારતે માત્ર તેમની દાળ પર ટેરિફ લગાવ્યો તો તેમના સેનેટર્સે કાગારોળ મચાવી દીધી છે અને ભારતના ટેરિફને અનફેર (અન્યાયી) ગણાવી રહ્યા છે. ભારતના કેસમાં ઉલટુ થઈ રહ્યુ છે, એકતરફ જ્યાં દુનિયા ટ્રમ્પ સામે દયાની માગ કરી રહી છે ત્યાં યુએસ સેનેટર્સ ટ્રમ્પને કહી રહ્યા છે કે તમે મોદીને સમજાવો અને ટેરિફથી આપણા ખેડૂતોને મુક્તિ અપાવો.
જો કે આ એજ અમેરિકા છે જેના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિકે એવુ નિવેદન કર્યુ હતુ કે બસ બે મહિનાની અંદર અમેરિકાના ટેરિફના મારથી ભારત ઘૂંટણીએ પડી જશે અને અમારી માફી માગશે. (“India will say Sorry in 2 months”) અને પછી ટ્રમ્પ નક્કી કરશે કે મોદીની સાથે શું કરવાનું છે.
અમેરિકાએ ભારત પર 1 નવેમ્બરથી ટેરિફ લગાવ્યો છે. બે મહિના સમાપ્ત થવા સુધીમાં જાન્યુઆરીમાં તો બાજી આખી ઉલટી જોવા મળી રહી છે. ભારતે રિવર્સ ટેરિફ લગાવી દીધો છે અને હવે અમેરિકન સેનેટર્સ ટ્રમ્પને મોદી સાથે વાત કરવાની અપીલ કરી રહ્યા છે. જે પ્રકારે વર્ષ 2020માં મોદી સાથે વાત કરીને મદદ કરી હતી તેવુ જ ફરી કરી દો.
કેનેડાને અડીને આવેલા નોર્થ ડકોટા અને મોન્ટેના એવા બે રાજ્યો છે જ્યાં સૌથી વધુ દાળની ખેતી થાય છે. આખા અમેરિકાની સૌથી વધુ દાળની ખેતી આ બે રાજ્યોમાં થાય છે. હવે આ દાળની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ આ બે રાજ્યોના સેનેટર્સ કેવિન ક્રેમર અને મોન્ટેનાના સ્ટીવ ડેઈન્સ પર દબાણ લાવ્યુ છે. એ જ કારણે આ બંનેએ ટ્રમ્પને ચિઠ્ઠી લખી છે અને પીએમ મોદી સાથે વાત કરી 30 ટકા ટેરિફ દૂર કરવાની અપીલ કરી છે.
“આભાર પ્રેસિડેન્ટ, તમે જે અનુકૂળ આર્થિક વાતાવરણ બનાવવા માંગો છો નોર્થ ડાકોટા અને મોન્ટાના માટે. નોર્થ ડાકોટા અને મોન્ટાના કઠોળ પાકોના સૌથી મોટા ટોપ-ટુ ઉત્પાદકો છે, જેમાં વટાણા છે. અને ભારત દુનિયાનો સૌથી મોટો ગ્રાહક છે આ પાકોનો, 27%… દુનિયાના વપરાશનો 27%, એક ચતુર્થાંશથી વધુ વિશ્વનો કઠોળનો વપરાશ એકલા ભારતમાં જ થાય છે.
ભારતમાં સૌથી વધુ વપરાતો કઠોળ પાક શું છે? લેન્ટિલ્સ, ચિકપીઝ, ડ્રાય બીન્સ અને અન્ય વટાણા છે. અને તેમ છતાં, ભારતે અમેરિકાના કઠોળ પાકો પર ટેરિફ લગાવી દીધો છે. ભારતે 30 ઓક્ટોબર 2025ના રોજ 30% ટેરિફ યલો પીઝ (પીળા વટાણા) પર લગાવી દીધો. આ ડ્યુટી 1 નવેમ્બર 2025ના રોજ પ્રભાવી થઈ. ત્યારપછી, અન્યાયી ભારતીય ટેરિફ જે અમારા પર લાગી ગયા! જેનાથી યુએસ કઠોળ પાક ઉત્પાદકો પર ખૂબ જ ગેરલાભ થઈ ગયો છે જ્યારે તેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ભારતમાં વેચવા માંગે છે, ત્યારે આપણે કેવી રીતે 30% ટેક્સ પછી માર્કેટમાં ટકી શકીશું? યાદ છે? તમારા પ્રથમ કાર્યકાળમાં 2020માં અમે તમને આ મુદ્દા પર લખ્યું હતું અને તમને એક પત્ર આપ્યો હતો. તે પત્ર તમે પ્રાઇમ મિનિસ્ટર મોદીને પોતાના હાથથી ડિલિવર કર્યો હતો. જેનાથી અમારા કઠોળ ઉત્પાદકોને મોટી મદદ થઈ હતી. પીએમ મોદીએ મદદ કરી હતી, તેના અનુસાર પગલાં લીધા હતા. હવે અમે ઈચ્છીશું કે તમે ફરી એવું જ કંઈક કરો. યુએસ ફાર્મ કોમોડિટીઝ માટે પાછા એવું જ કંઈક કરો, એટલે કે ભારતના અમેરિકા પરના ટેરિફના બે મહિના થઈ ગયા છે. અમેરિકા ઇચ્છે છે કે પાછા ટ્રેડ ડિસ્પેરેટિઝ જે થઈ રહ્યા છે, તેને રી-બેલેન્સ કરે. અમેરિકન ખેડૂતો ગેપ ભરવા માટે તૈયાર છે. કૃપા કરીને પ્રાઇમ મિનિસ્ટર મોદી સાથે કઠોળ પાકો પર સંલગ્ન થાઓ, આર્થિક સહયોગ વધશે તો બંને દેશોને લાભ થશે, અમેરિકન ઉત્પાદકોને પણ અને ભારતીય ગ્રાહકોને પણ.”
ત્યારે હવે સવાલ એ છે કે અમેરિકન ખેડૂતોના હિતમાં શું ટ્રમ્પ પીએમ મોદીને મળશે? અહીં હવે લુટનિકની વાત પણ યાદ કરવા જેવી છે જેમણે એવુ કહ્યુ હતુ કે બે મહિનામાં મોદી અમેરિકાના ઘૂંટણીયે પડી જશે અને સોરી કહેશે પરંતુ સિચવેશન રિવર્સ થઈ ગઈ છે. બે મહિના થઈ ગયા અને પીએમ મોદી નક્કી કરશે કે ટ્રમ્પની સાથે શું કરવાનું છે.
આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે સવાલ એ પૂછાઈ રહ્યો છે કે લુટનિકનું શું થશે? તેમના બોલેલા વાક્યોનું શું થશે તેઓ કહેતા હતા કે બે મહિના લાગશે, પીએમ મોદી આવી જશે ઘૂંટણિયે અને પછી ટ્રમ્પ વિચારશે કે શું કરવું છે. અહીં તો કંઈક ઊલટું જ દેખાઈ રહ્યું છે. બસ બે મહિના લાગ્યા ભારતના ટેરિફને અને અમેરિકન ખેડૂતો, અમેરિકન સેનેટરો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઇતિહાસ યાદ અપાવી રહ્યા છે કે પહેલા પણ તમે જ કંઈક કર્યું હતું 2020માં, ફરી પીએમ મોદી સાથે વાત કરીને કંઈક કરો.
અત્રે નોંધનીય છે કે આ પહેલા ભારતે ઈન્ડિયન માર્કેટમાં અમેરિકન પલ્સીસને સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી એક્સેસ આપ્યુ હતુ. કોઈપણ ટેક્સ વિના અમેરિકન પલ્સીસ ડ્યુટી ફ્રી એક્સેસ મળતુ હતુ. અમેરિકન દાળને સંપૂર્ણ ટેક્સ ફ્રી એક્સેસ ત્યારે અપાયુ હતુ જ્યારે ટ્રમ્પ જ્યારે વડાપ્રધાન મોદી પાસે તેની પહેલી ટર્મ દરમિયાન ચિઠ્ઠી લઈને આવ્યા હતા અને દાળને ફ્રી કરી દેવાની અપીલ કરી હતી. જેનાથી અમેરિકન ખેડૂતોનું ભલુ થશે. ત્યારે સ્પષ્ટપણે વડાપ્રધાન મોદી પણ કંઈ ભૂલતા નથી ભારત પર જ્યારે 50 % ટેરિફ લદાયો ત્યારે તેમને પણ ટ્રમ્પની એ ચિઠ્ઠી યાદ આવી હશે અને ફરી અમેરિકન દાળને ફ્રી એક્સેસમાંથી બહાર કરી 30% ટેરિફ લગાવી દેવાયો હશે, ને મોસ્ટ લાઇકલી કંઈક એવું જ થયું હશે.
કુલ મળીને જોઈએ તો ટેક-અવે એ જ છે, ટ્રમ્પિયન વર્લ્ડવ્યૂ ખૂબ જ સ્પષ્ટ છે. He respects power. તમે ટેરિફ સામેથી લાદ્યો, તમે લાંબો સમય આપ્યો વાર્તાલાપને. જો વાર્તાલાપ નથી થઈ રહ્યો તો હવે સમય આવી રહ્યો છે કે તમે કાઉન્ટર ટેરિફ પણ તેમના પર લગાવો, સંવેદનશીલ ક્ષેત્રો પર, જેમાં યુએસ ખેડૂતોનું હિત છુપાયેલું હોય. જ્યાં માસ વર્કર્સનું જેમાં હિત છુપાયેલું હોય, તો એવા ક્ષેત્રોને શોધીને તેમની નસ આપણે પણ દબાવવી પડશે. બસ આ જ વસ્તુ ભારતે અમેરિકા સાથે કરી અને આજે તેના ખેડૂતો મોટુ નુકસાન ભોગવવા લાચાર બન્યા છે.