Canada: કેનેડામાં ભારતીય દૂતાવાસની સામે વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાની સમર્થકોને પરિણામ ભોગવવા પડ્યા હતા. પ્રદર્શન દરમિયાન, દૂતાવાસની આસપાસ હાજર ભારતીય સમર્થકોએ ત્રિરંગો લહેરાવીને અને ભારત માતા કી જયના નારા લગાવીને જવાબ આપ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક તરફ ખાલિસ્તાની સમર્થકો પોતાના ઝંડા લઈને ફરતો જોવા મળે છે, જ્યારે ભારતીય સમર્થકો હાથમાં ત્રિરંગો લઈને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ સામે NIAની મોટી કાર્યવાહી, મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં વધુ 21 નામ ઉમેર્યા
વીડિયોમાં જોઈને ખબર પડે છે કે ભારતીય સમર્થકોની સંખ્યા ખાલિસ્તાની સમર્થકો કરતાં ઘણી વધારે હતી. રસ્તાની એક તરફ ભારતીય સમર્થકો અને બીજી તરફ ખાલિસ્તાની સમર્થકો હાથમાં ઝંડા સાથે જોવા મળ્યા હતા. ભારત સરકારે કેનેડા સરકાર સમક્ષ ખાલિસ્તાની સમર્થકોની આ રેલી અંગે પોતાનો વાંધો પહેલા જ નોંધાવી દીધો હતો.
#WATCH | Pro-Khalistan supporters protested in front of the Indian consulate in Canada’s Toronto on July 8
Members of the Indian community with national flags countered the Khalistani protesters outside the Indian consulate in Toronto pic.twitter.com/IF5LUisVME
— ANI (@ANI) July 9, 2023
Credit-Twitter@ANI
કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન વિદેશમાં રહેતા મોસ્ટ વોન્ટેડની યાદીમાં 21 ખાલિસ્તાનીઓ આતંકવાદીઓના નામ દાખલ કર્યા છે. આ ખાલિસ્તાની આતંકવાદીઓ નામ NIAની વેબસાઈટ પર ખાલિસ્તાની આતંકવાદીઓના ફોટા સાથે મુકવામાં આવ્યા છે. આ આતંકવાદીઓમાં લખબીર સિંહ લાંડા, મનદીપ સિંહ, સતનામ સિંહ, અમરીક સિંહ સહિત કેનેડા, અમેરિકા અને પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓના નામ નાખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF), ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF), NIAએ શીખ ફોર જસ્ટિસ (SFJ), બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI), ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (KLF), ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ની ધરપકડ કરી છે. વિદેશમાં બેસીને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF) અને દલ ખાલસા ઇન્ટરનેશનલ (DKI)ના સભ્યોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ સિવાય 20થી 25 ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:10 am, Sun, 9 July 23