‘દેશી મુક્કા’નો સ્વાદ ચાખી ઉભી પૂંછડીએ ભાગ્યા લૂંટારુઓ; જુઓ VIDEO

ભારતીય ટ્રક ડ્રાઈવરે લૂંટારુઓની એવી હાલત કરી જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. ભારતીયોનો આક્રમક મિજાજ જોઈ લૂંટારુઓ જીવ બચાવવા કાર લઈને ભાગવા મજબૂર બન્યા હતા. વિદેશમાં ભારતીયોની આ બહાદુરીનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

દેશી મુક્કાનો સ્વાદ ચાખી ઉભી પૂંછડીએ ભાગ્યા લૂંટારુઓ; જુઓ VIDEO
| Updated on: Mar 24, 2026 | 9:55 PM

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 20 માર્ચના રોજ એક એવી ઘટના બની જેણે સ્થાનિક મીડિયામાં હેડલાઇન્સ બનાવી છે. LG કંપનીના ડિલિવરી ટ્રકમાં કામ કરતા બે ભારતીય મૂળના ડ્રાઈવરોએ સાબિત કરી દીધું કે ભારતીયો ગમે ત્યાં હોય, અન્યાય અને હુમલા સામે ઝૂકતા નથી.

એકલો જ બંને લૂંટારુઓ પર ભારે પડ્યો

આ ઘટના મેલબોર્નના સ્કોર્સબી વિસ્તારમાં એક પેટ્રોલ પંપના પાર્કિંગમાં બની હતી. બે હથિયારબંધ બદમાશોએ ડ્રાઈવરો પાસેથી ટ્રકની ચાવી માંગી અને નસલીય ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. લૂંટારુઓને લાગ્યું હતું કે ડ્રાઈવરો ડરી જશે, પણ એક ભારતીય ડ્રાઈવરે કોઈ પણ ડર વગર બંને ગુંડાઓ પર મુક્કાબાજી શરૂ કરી દીધી. થોડી જ વારમાં તેનો સાથી પણ મદદ માટે દોડી આવ્યો હતો.

લૂંટારુઓ પસ્તાયા અને ઉભી પૂંછડીએ ભાગ્યા

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ડ્રાઈવરોએ લૂંટારુઓને ખરાબ રીતે ફટકાર્યા હતા. એક ડ્રાઈવરે બચાવમાં ટ્રકનું ટૂલ (સાધન) પણ વાપર્યું હતું. ગુંડાઓ આ પ્રકારના વળતા હુમલાની આશા રાખી રહ્યા નહોતા. અંતે, લૂંટારુઓ પોતાની કારમાં બેસીને જીવ બચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અત્યારે ઓસ્ટ્રેલિયન પોલીસ આ બંને હુમલાખોરોની શોધખોળ કરી રહી છે.

ભારતીય સમુદાયમાં ગર્વ અને સુરક્ષાની માંગ

આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. જોકે, વધતા જતા નસલીય હુમલાઓ અને કારજેકિંગની ઘટનાઓને લઈને સુરક્ષા વધારવાની માંગ પણ ઉઠી છે. બંને ભારતીય ડ્રાઈવરો સુરક્ષિત છે અને તેમની હિંમતની ચર્ચા આખા ઓસ્ટ્રેલિયામાં થઈ રહી છે.

માત્ર 25 દિવસમાં 20% કિંમતો ઘટી, તૂટ્યો 50 વર્ષનો રેકોર્ડ, શું આ સોનું ખરીદવાની સોનેરી તક છે?

Follow Us