
વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક શનિવારે ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ પલટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ઘટનામાં કેટલા લોકો અસરગ્રસ્ત થયા છે અથવા કોઈના મોત થયા છે કે નહીં, તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક પ્રશાસને તરત જ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે.
વિયેતનામમાં આવેલા ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. હાલ સ્થાનિક સત્તાવાળાઓ સતત બચાવ કામગીરી ચલાવી રહ્યા છે અને ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
દૂતાવાસે વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્ત ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય કોન્સ્યુલેટ તેમજ હનોઈમાં અલગ-અલગ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ કંટ્રોલ રૂમ દ્વારા પરિવારોને જરૂરી માહિતી અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જો કોઈ પરિવારજનને ઘટનાને લગતી માહિતી મેળવવાની જરૂર હોય તો તેઓ હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય કોન્સ્યુલેટના +84-362817930, +84-915523714 અને +84-334520414 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત, હનોઈમાં કાર્યરત કંટ્રોલ રૂમ માટે +84-913089165 નંબર પર પણ સંપર્ક કરી શકાય છે.
In a tragic incident, a boat carrying several Indian tourists has capsized near Phu Quoc Island in Vietnam a few hours ago.
Exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing.
In order to provide information…
— India in Vietnam (@AmbHanoi) July 11, 2026
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને વિયેતનામના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહીને દરેક શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ ઘટનામાં કેટલા લોકો અસરગ્રસ્ત થયા છે અને તેમની સ્થિતિ અંગેની સ્પષ્ટ માહિતી સામે આવવાની શક્યતા છે.
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન