દેવાળિયા પાકિસ્તાનના અમેરિકા સ્થિત દૂતાવાસની ઈમારત ખરીદવા ભારતીયે લગાવી બોલી, જાણો શુ છે તેની કિંમત

|

Dec 28, 2022 | 8:53 AM

દેવાળિયા બનેલ પાકિસ્તાને અમેરિકા સ્થિત તેના દૂતાવાસની ઈમારત વેચવા કાઢી છે. આ ઈમારતમાં અગાઉ પાકિસ્તાનના દૂતાવાસનું સંરક્ષણ વિભાગ કામ કરતું હતું. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ ભારતીયે કથિત રીતે $5 મિલિયન (રૂ. 41.42 કરોડ)ની બોલી લગાવી છે.

દેવાળિયા પાકિસ્તાનના અમેરિકા સ્થિત દૂતાવાસની ઈમારત ખરીદવા ભારતીયે લગાવી બોલી, જાણો શુ છે તેની કિંમત
Embassy of Pakistan in Washington

Follow us on

આર્થિક રીતે ભાંગી પડેલા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અમેરિકા આવેલ તેમના દૂતાવાસની ઇમારતને વેચવાની મંજૂરી આપી હતી. હવે તેને ખરીદવા માટે બોલી પણ લગાવવામાં આવી છે. એક ભારતીય પ્રોપર્ટી એજન્ટે પણ આ ઈમારત ખરીદવા માટે બિડ લગાવી છે. પાકિસ્તાનના દૂતાવાસની ઈમારત ખરીદવા માંગનારાઓમાં કુલ ત્રણ બિડર્સ છે. આ ઈમારત અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના પોશ વિસ્તારમાં આવેલી છે અને તેની કિંમત લગભગ 6 મિલિયન યુએસ ડોલર હોવાનું કહેવાય છે.

જાણો શુ છે આ ઈમારતની કિંમત

પાકિસ્તાને વેચવા કાઢેલ ઈમારતમાં અગાઉ પાકિસ્તાનના દૂતાવાસનું સંરક્ષણ વિભાગ કામ કરતું હતું. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય પ્રોપર્ટી એજન્ટે કથિત રીતે $5 મિલિયન (રૂ. 41.42 કરોડ)ની બોલી લગાવી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાની રાજદ્વારી સૂત્રોને ટાંકિને અહેવાલમાં જણાવ્યું છે કે લગભગ $6.8 મિલિયન (રૂ. 56.33 કરોડ)ની સૌથી વધુ બોલી એક યહૂદી જૂથે લગાવી હતી. આ યહૂદી જૂથ આ ઈમારતમાં સિનેગોગ એટલે કે પ્રાર્થના કરવાનું સ્થળ બનાવવા માંગે છે. લગભગ $4 મિલિયન (રૂ. 33.13 કરોડ)ની ત્રીજી બોલી પાકિસ્તાની પ્રોપર્ટી એજન્ટની છે.

પાકિસ્તાનનુ સંરક્ષણ વિભાગ કામ કરતુ હતુ

પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓએ કહ્યું છે કે વોશિંગ્ટનમાં પાકિસ્તાનની ત્રણ રાજદ્વારી મિલકતો આવેલી છે. જેમાંથી એક આર સ્ટ્રીટ NW પરની ઈમારત છે. જે વેચાઈ રહી છે. 1950ના દાયકાથી લઈને 2000ના દાયકાની શરૂઆત સુધી પાકિસ્તાન એમ્બેસીના ડિફેન્સ સેક્શન આ બિલ્ડિંગમાં બેસીને કામકાજ કરતુ હતું. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ મીડિયા રિપોર્ટ પ્રકાશીત કરનારને એવુ જણાવ્યું હતું કે નવા કે જૂના કોઈ દૂતાવાસને વેચવાના નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે તે ખૂબ જ જૂની ઇમારત છે અને છેલ્લા 15 વર્ષથી ખાલી છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન મરિયમ ઔરંગઝેબે કહ્યું હતું કે, કેબિનેટે વોશિંગ્ટનમાં આવેલ પાકિસ્તાની દૂતાવાસની માલિકીની ઇમારતની હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે $4.5 મિલિયનની અગાઉની બિડને હવે $6.9 મિલિયનની બીજી બિડ દ્વારા બદલવામાં આવી છે.

 

Next Article