ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોને આપી ખુશખબર, પાસપોર્ટ અને વિઝા અંગે કર્યો ક્રાંતિકારી નિર્ણય

અમેરિકામાં ભારતીય નાગરિકોને મોટી રાહત મળી છે. લોસ એન્જલસમાં VFS Global દ્વારા નવું ભારતીય કોન્સ્યુલેટ એપ્લિકેશન સેન્ટર (ICS) 15 ડિસેમ્બર, 2025 થી કાર્યરત થશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોને આપી ખુશખબર, પાસપોર્ટ અને વિઝા અંગે કર્યો ક્રાંતિકારી નિર્ણય
| Updated on: Dec 17, 2025 | 8:49 PM

ભારતઅમેરિકા સંબંધોમાં એક મહત્વપૂર્ણ વિકાસ થયો છે. અમેરિકી સરકારે ભારતીય નાગરિકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. હવે ભારતીય નાગરિકોને પાસપોર્ટ, વિઝા અને OCI સહિતની વિવિધ કોન્સ્યુલર સેવાઓ માટે લાંબી રાહ જોવાની જરૂર નહીં રહે. આ નિર્ણયથી અમેરિકા ખાતે વસતા લાખો ભારતીયોને સીધો લાભ થવાનો છે.

અમેરિકી સરકારના સમર્થનથી મોટી જાહેરાત

છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકી સરકારે વિઝા સંબંધિત અનેક કડક નિર્ણયો લીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અનેક દેશોના નાગરિકો પર પ્રવેશ પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા હતા. જોકે હવે પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકી સરકારના સમર્થનથી લોસ એન્જલસમાં ભારતીય કોન્સ્યુલેટે નવું ઇન્ડિયન કોન્સ્યુલેટ એપ્લિકેશન સેન્ટર (ICS) શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી ભારતીય નાગરિકોને મોટી રાહત મળશે.

આ નવું ભારતીય કોન્સ્યુલેટ એપ્લિકેશન સેન્ટર 15 ડિસેમ્બર, 2025થી કાર્યરત થયું. કેન્દ્રનું સંચાલન VFS Global દ્વારા કરવામાં આવશે. દક્ષિણ કેલિફોર્નિયા અને આસપાસના વિસ્તારોમાં રહેતા લાખો ભારતીયોને આ કેન્દ્રથી સીધો લાભ મળશે. આ સેન્ટર ડાઉનટાઉન લોસ એન્જલસમાં 800 S. Figueroa Street, Suite 1210, CA 90017 ખાતે સ્થિત છે.

એપ્લિકેશન સેન્ટર સોમવારથી શુક્રવાર સુધી સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ઉપરાંત, નાગરિકોની સુવિધા માટે કેટલીક સેવાઓ શનિવારે પણ ઉપલબ્ધ રહેશે, જેથી કામકાજ કરતા લોકોને મોટી રાહત મળશે.

કોન્સ્યુલર સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ

ડાઉનટાઉન લોસ એન્જલસમાં ખુલનારા આ નવા કેન્દ્રમાં ભારતીય ડાયસ્પોરા માટે જરૂરી તમામ મહત્વપૂર્ણ કોન્સ્યુલર સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. હવે અલગ-અલગ ઓફિસોની મુલાકાત લેવાની જરૂર નહીં રહે. આ કેન્દ્રમાં ભારતીય પાસપોર્ટ સેવાઓ, વિઝા અરજીઓ, OCI કાર્ડ સંબંધિત પ્રક્રિયા, ભારતીય નાગરિકત્વ છોડવું, ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ (GEP), દસ્તાવેજ ચકાસણી સહિતની અનેક સેવાઓ આપવામાં આવશે.

કોન્સ્યુલેટ એપ્લિકેશન સેન્ટરના ઉદ્ઘાટનની જાહેરાત 

CGI લોસ એન્જલસે સોશિયલ મીડિયા મારફતે આ નવા ઇન્ડિયન કોન્સ્યુલેટ એપ્લિકેશન સેન્ટરના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. CGI અનુસાર, ભારતીય ડાયસ્પોરાની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલથી પ્રક્રિયાઓ સરળ બનશે, સમય બચશે અને લોસ એન્જલસ તેમજ આસપાસના રાજ્યોમાં રહેતા ભારતીયો માટે આ કેન્દ્ર એક વન-સ્ટોપ સોલ્યુશન સાબિત થશે.

USA House Rent : અમેરિકામાં 2 બેડરૂમવાળા એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે?