Video : ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય સહયોગને વધુ વધારવા માટે અલાસ્કામાં 15 દિવસની સૈન્ય કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, ‘યુધ્ધ અભ્યાસ’ નામની આ કવાયતની 17 મી આવૃત્તિ 15 થી 29 ઓક્ટોબર દરમિયાન અલાસ્કાના જોઇન્ટ બેઝ એલમન્ડોર્ફ રિચાર્ડસન (Joint base Almondorf Richardson)ખાતે યોજવામાં આવી છે.
ભારતીય સેનાના પાયદળ બટાલિયનના 350 સૈનિકો સામેલ
જેમાં ભારતીય બેચમાં ભારતીય સેનાની પાયદળ બટાલિયનના 350 સૈનિકો થયા છે. આ કવાયતની અગાઉની આવૃત્તિ ફેબ્રુઆરીમાં બિકાનેરની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં હાથ ધરવામાં આવી હતી.આ સંયુક્ત લશ્કરી કવાયત (Joint military exercise)દરમિયાન આઈસ-બ્રેકિંગ પ્રવૃત્તિઓના ભાગરૂપે ભારતીય સેના અને યુએસની સેના અલાસ્કાના અલમેન્ડોર્ફ રિચાર્ડસન સંયુક્ત બેઝ ખાતે કબડ્ડી, ફૂટબોલ અને વોલીબોલ મેચ રમતા જોવા મળ્યા હતા.
જુઓ વીડિયો
#WATCH | As part of ‘Ice-breaking activities’, Indian Army contingent and American contingent participated in friendly matches of Kabaddi, American Football and Volleyball at Joint Base Elmendorf Richardson, Anchorage, Alaska (US)
(Video Source: Indian Army) pic.twitter.com/Xe6uM0NigT
— ANI (@ANI) October 17, 2021
આ કવાયત બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવાની દિશામાં મહત્વનું પગલુ
ભારતીય સેના અધિકારીએ (Indian Army Officer) જણાવ્યુ હતું કે, “આ કવાયત બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવાની દિશામાં એક બીજું પગલું છે, આ કવાયતનો ઉદ્દેશ બંને સેનાઓ વચ્ચે સમજણ, સહકાર અને આંતર -કાર્યક્ષમતા વધારવાનો છે “ઉલ્લેખનીય છે કે, લશ્કરી કવાયતમાં આઈસ બ્રેકિંગની પ્રવુતિઓના ભાગ રૂપે આ મેચ રમવામાં આવી હતી.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડનવીસના નિવેદન પર પવારનો પલટવાર, ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાને લઈને કર્યો મોટો ખુલાસો