ચીનની અવળચંડાઈને આક્રમક જવાબ આપશે ભારત, LAC પર ફ્રન્ટીયર હાઈવે બનશે દેશની નવી તાકાત

|

Jan 02, 2023 | 7:30 PM

તવાંગમાં નફરાની પાસેથી શરૂ થઈ રહેલો આ હાઈવે અરૂણાચલ પ્રદેશમાં વિજય નગર સુધી જશે. રસ્તામાં આ ઈસ્ટ કામેંગ, અપર સુબનસિરિ, ટ્યૂટિંગ, મેનુકા, અપર સિયાંગ, દિવાંગ વેલી, કિબિતુ, ડાંગ, હવાઈને પણ કવર કરશે.

ચીનની અવળચંડાઈને આક્રમક જવાબ આપશે ભારત, LAC પર ફ્રન્ટીયર હાઈવે બનશે દેશની નવી તાકાત
Image Credit source: File Image

Follow us on

અરૂણાચલ પ્રદેશમાં મેક મોહન લાઈનની સાથે બની રહેલો ફ્રન્ટીયર હાઈવે દેશની નવી તાકાત બનશે. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ તેનું કામ ઝડપી કરી દેવામાં આવ્યું છે. અરૂણાચલ પ્રદેશના તવાંગથી પૂર્વ કામેંગ, પશ્ચિમી સિયાંગ થઈને પસાર થઈ રહેલો આ હાઈવે યુદ્ધકાળમાં ભારતની મોટી તાકાત બનશે. જો ચીન અવળચંડાઈ કરશે અને સરહદ પર કોઈ ચેનચાળા કરશે તો સેના આ હાઈવેની મદદથી થોડા જ કલાકોમાં પહોંચીને ચીનની ગરદન મરોડી દેશે.

કેટલા સમયમાં હાઈવે થશે તૈયાર?

તવાંગથી શરૂ થઈ રહેલા આ ફ્રન્ટીયર હાઈવેના 6 કોરિડોરને મંજૂરી મળી ચૂકી છે. આ હાઈવે લગભગ 1800 કિલોમીટર લાંબો હશે, જે અરૂણાચલ પ્રદેશમાં પહેલાથી જ સ્થિત રાજ્ય માર્ગ ટ્રાન્સ અરૂણાચલ હાઈવે અને અરૂણાચલ ઈસ્ટ વેસ્ટ કોરિડોરને જોડશે. ખાસ વાત એ છે કે આ હાઈવેનું નિર્માણ બીઆરઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને NHAI સંયૂક્ત રીતે કરશે. આ હાઈવે બન્યા પછી અરૂણાચલ પ્રદેશ તરફથી સરહદ સુરક્ષિત થઈ જશે. આ હાઈવેનું નિર્માણ થતા 5 વર્ષ જેટલો સમય થશે.

1859 કિલોમીટર લાંબો હશે હાઈવે

ચીનની સરહદ પર બનાવવામાં આવી રહેલા આ ફ્રન્ટીયર હાઈવે તિબેટ અને મ્યાનમારને પણ કવર કરશે. તેની લંબાઈ લગભગ 1859 કિલોમીટર છે. અનુમાન મુજબ હાઈવે લગભગ 5 વર્ષમાં બનીને તૈયાર થશે, તેનો ખર્ચ લગભગ 40 હજાર કરોડ રૂપિયાની આસપાસ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફ્રન્ટીયર હાઈવેથી ચીનને કડક જવાબ

તવાંગમાં નફરાની પાસેથી શરૂ થઈ રહેલો આ હાઈવે અરૂણાચલ પ્રદેશમાં વિજય નગર સુધી જશે. રસ્તામાં આ ઈસ્ટ કામેંગ, અપર સુબનસિરિ, ટ્યૂટિંગ, મેનુકા, અપર સિયાંગ, દિવાંગ વેલી, કિબિતુ, ડાંગ, હવાઈને પણ કવર કરશે. આ ફ્રન્ટીયર હાઈવે ચીનના એ હાઈવેનો જવાબ છે, જે મેડોગ કાઉન્ટીમાં બાઈબંગ સુધી ચીને બનાવ્યો હતો. આ હાઈવે ચીનની સરહદ સુધી સૈન્ય ગતિવિધિ વધારવામાં સહયોગ કરશે.

LAC પર પેટ્રોલિંગમાં રહેશે સરળતા

ભારત ચીનની સરહદ પર હાઈવે બની જવાથી LAC પર પેટ્રોલિંગમાં સેનાને સરળતા રહેશે. જગ્યા જગ્યા પર ચોકીઓ પણ બનાવી શકાશે. તેનીથી ચીનની ઘુસણખોરીને રોકવામાં આવશે. આ રસ્તો ભારતની ગ્રાઉન્ડ પોઝિશનિંગ લાઈન બની જશે.

ચીન ઉઠાવી ચૂક્યું છે વાંધો

LAC પર બનનારા આ ફ્રન્ટીયર હાઈવેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારની પાસે વર્ષ 2014માં મોકલવામાં આવ્યો હતો. તે સમયે પીએમઓએ તેને પ્રારંભિક મંજૂરી આપી દીધી હતી અને તેનો DPR બનાવવાનો આદેશ આપ્યો હતો. તેની જાણકારી થવા પર ચીને વાંધો ઉઠાવ્યો હતો. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હોંગ લેઈએ કહ્યું હતું કે સરહદ પર સમસ્યાના સમાધાન પહેલા અમે એ અપેક્ષા રાખીએ છીએ કે ભારત કોઈ એવું કામ નહીં કરે, જેનાથી મુદ્દાઓ જટીલ બને અને સરહદ પર તણાવની સ્થિતિ પેદા થાય.

Next Article