ભારત ફરી એકવાર UNESCO કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયું, ચાર વર્ષ સુધી સંભાળશે જવાબદારી

UNESCO માં ભારતના કાયમી પ્રતિનિધિમંડળે ટ્વિટ કર્યું, 'ભારતને વર્ષ 2021-25 માટે UNESCO એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાવાની તરફેણમાં 164 વોટ મળ્યા છે.' ભારતને એશિયાઈ અને પેસિફિક રાજ્યોના સમૂહ ચાર માટે ફરીથી પસંદ કરવામાં આવ્યું, જેમાં જાપાન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કૂક આઈસલેન્ડ્સ અને ચીનનો પણ સમાવેશ થાય છે.

ભારત ફરી એકવાર UNESCO કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયું, ચાર વર્ષ સુધી સંભાળશે જવાબદારી
UNESCO
| Edited By: | Updated on: Nov 18, 2021 | 3:49 PM

ભારત(India)ને વર્ષ 2021-25 માટે એકવાર ફરી યૂનેસ્કો (UNESCO)ના કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. ‘ભારતને વર્ષ 2021-25 માટે UNESCO એક્ઝિક્યુટિવ બોર્ડ (UNESCO Executive Board)ના સભ્ય તરીકે ચૂંટાવાની તરફેણમાં 164 વોટ મળ્યા છે.’ ભારતને એશિયાઈ અને પેસિફિક રાજ્યોના સમૂહ ચાર માટે ફરીથી પસંદ કરવામાં આવ્યું, જેમાં જાપાન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કૂક આઈસલેન્ડ્સ અને ચીનનો પણ સમાવેશ થાય છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) ગુરુવારે આ પસંદગી માટે પ્રશંસા વ્યક્ત કરી અને વિદેશ મંત્રાલય અને યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળના સારા કામ માટે ટ્વિટ કરીને પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કર્યું, કે, ‘વિદેશ મંત્રાલય અને યુનેસ્કોમાં ભારતનું કાયમી પ્રતિનિધિમંડળ, તમે અદ્ભુત કામ કર્યું છે.’ સંસ્કૃતિ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ભારતની ઉમેદવારીને સમર્થન આપવા બદલ દેશોનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું, ‘એ જણાવતા આનંદ થાય છે કે ભારતે યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમારી ઉમેદવારીને સમર્થન આપનારા તમામ સભ્ય દેશોને હાર્દિક અભિનંદન અને આભાર.’

એક્ઝિક્યુટિવ બોર્ડમાં 58 દેશોનો સમાવેશ થાય છે

‘ગ્રુપ ફોર એશિયા એન્ડ પેસિફિક કન્ટ્રીઝ’માંથી જાપાન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કૂક આઇલેન્ડ અને ચીન પણ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો તરીકે ચૂંટાયા છે. યુનેસ્કોનું એક્ઝિક્યુટિવ બોર્ડ એ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના ત્રણ બંધારણીય અંગોમાંથી એક છે. તે જનરલ કોન્ફરન્સ દ્વારા ચૂંટાય છે.

જનરલ કોન્ફરન્સ હેઠળ કામ કરતા, આ એક્ઝિક્યુટિવ બોર્ડ સંસ્થાના કાર્યક્રમો અને ડાયરેક્ટર-જનરલ દ્વારા સબમિટ કરાયેલ સંબંધિત બજેટ અંદાજોની દેખરેખ રાખે છે. યુનેસ્કોની વેબસાઈટ અનુસાર, એક્ઝિક્યુટિવ બોર્ડમાં 58 સભ્ય દેશો છે, જેમનો કાર્યકાળ ચાર વર્ષનો છે. યુનેસ્કોમાં કુલ 193 સભ્ય દેશોનો સમાવેશ થાય છે.

ભારતની આંતરરાષ્ટ્રીય મંચોમાં ભાગીદારી વધી છે અને તેણે મહત્વપૂર્ણ સંસ્થાઓની અધ્યક્ષતાની જવાબદારી પણ સ્વીકારી છે. ઓગસ્ટ મહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(United Nations Security Council)નું પ્રમુખપદ સંભાળ્યું હતું. જેથી વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થાઓમાંની એક તરીકે જોવામાં આવે છે.

 

આ પણ વાંચો: India’s Biggest IPO: દેશના સૌથી મોટા IPO નું શેર બજારમાં થયું લિસ્ટીંગ, ઈશ્યુ પ્રાઈઝ રુ. 2150 ના બદલે રુ.1955 પર લિસ્ટ

આ પણ વાંચો: શું તમને ખબર છે શા માટે પિઝ્ઝા ચોરસ બોક્સમાં જ હોય છે ગોળ બોક્સમાં કેમ નહીં ? જાણો અહીં