પીએમ મોદી અને જો બાઈડનની મુલાકાતથી મજબૂત થશે ભારત અમેરિકાનો સંબંધ, હવે બીજા મુદ્દા પર થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની (Joe Biden) બેઠક બાદ હવે બંને દેશો અન્ય મુદ્દાઓ પર આગળ વધશે. આ મુદ્દાઓમાં અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષાનો સમાવેશ થાય છે.

પીએમ મોદી અને જો બાઈડનની મુલાકાતથી મજબૂત થશે ભારત અમેરિકાનો સંબંધ, હવે બીજા મુદ્દા પર થશે ચર્ચા
PM Modi and Joe Biden
| Edited By: | Updated on: Oct 09, 2021 | 7:58 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) વચ્ચેની પ્રથમ આમને સામને મુલાકાત બાદ વ્હાઈટ હાઉસે (White House) જણાવ્યું હતું કે હવે અર્થતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને નિયંત્રિત કરવા સહિત અનેક મુદ્દાઓ પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 

 

પીએમ મોદી અને બાઈડન વચ્ચે 24 સપ્ટેમ્બરના રોજ વ્હાઈટ હાઉસમાં બેઠક થઈ ત્યારથી બંને દેશો વચ્ચે ઘણી ઉચ્ચસ્તરીય બેઠકો થઈ છે અને આગામી સપ્તાહમાં ઘણી બેઠક યોજાવાની છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાસાકીએ શુક્રવારે દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં ક્વાડ સમિટ અને દ્વિપક્ષીય બેઠકોએ સંબંધો અને ભાગીદારીના મહત્વ પર ચર્ચા કરવાની તક પૂરી પાડી હતી.

 

“આ સમયે ઉચ્ચ સ્તરીય વાર્તાલાપકારો પછી ભલે તેઓ વિદેશ મંત્રી હોય વિદેશ મંત્રાલયના અધિકારીઓ હોય અથવા રાષ્ટ્રીય સુરક્ષા ટીમના નેતાઓ હોય તેમના દ્વારા કામ કરવાનું ચાલુ રાખશે અને આર્થિક સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા, કોવિડથી બચવા માટે અને મહામારી પર કાબુ મેળવવા કંઈ રીતે આગળ વધીએ છીએ તેના પર અમારું ધ્યાન આપશે.”

 

અમેરિકાના ઉપ વિદેશ મંત્રી ભારતની મુલાકાતે


સાકીએ કહ્યું હતું કે આગામી અઠવાડિયા અને મહિનાઓમાં નેતાઓના ઉચ્ચ સ્તરે કામ ચાલુ રહેશે.  પીએમ મોદી અને બાઈડનની મુલાકાતને હજુ એક મહિનો પણ થયો નથી. આ ટૂંકા ગાળામાં બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ છે.

 

તેમાંના મુખ્ય સંરક્ષણ વડા જનરલ બિપિન રાવતની અમેરિકાની મુલાકાત અને યુએસ નાયબ વિદેશ મંત્રી વેન્ડી શેરમેનની ભારત મુલાકાત છે. રાવત ગયા અઠવાડિયે અમેરિકા ગયા હતા અને શેરમેનની ભારત મુલાકાત હમણાં જ પૂરી થઈ છે. આગામી કેટલાક સપ્તાહમાં કેબિનેટ કક્ષાની અનેક મુલાકાતો યોજાવાની છે.

 

સંરક્ષણ નીતિ જૂથની 16મી બેઠક યોજાઈ


બંને દેશોની સંરક્ષણ નીતિ જૂથની 16મી બેઠક શુક્રવારે યોજાઈ હતી અને પેન્ટાગોને જાહેરાત કરી હતી કે તેના નૌકાદળના વડા આગામી સપ્તાહે ભારતની મુલાકાત લેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ‘ટુ-પ્લસ-ટુ’ મંત્રણાના આગામી રાઉન્ડ માટે નવેમ્બરમાં વોશિંગ્ટન ડીસીની મુલાકાત લે તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો : Air India: 1978 બાદ ફરી ટાટાના હાથમાં આવી એર ઈન્ડિયાની કમાન, શું છે અત્યાર સુધીનો ઈતિહાસ, વાંચો આ અહેવાલ

 

આ પણ વાંચો : H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું