અભિનંદનની સલામત વાપસી માટે ભારતની દિલ્હીથી લઈ ઇસ્લામાબાદ સુધી જોરદાર કવાયત, પાકિસ્તાન પર ચોતરફથી વધતું દબાણ

|

Feb 28, 2019 | 6:02 AM

પાકિસ્તાની સેનાએ કબજામાં લીધેલા ઍરફોર્સ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વાપસી માટે ભારતે જોરદાર કવાયત હાથ ધરી છે. TV9 Gujarati Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર આ મેદાન પર […]

અભિનંદનની સલામત વાપસી માટે ભારતની દિલ્હીથી લઈ ઇસ્લામાબાદ સુધી જોરદાર કવાયત, પાકિસ્તાન પર ચોતરફથી વધતું દબાણ

Follow us on

પાકિસ્તાની સેનાએ કબજામાં લીધેલા ઍરફોર્સ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વાપસી માટે ભારતે જોરદાર કવાયત હાથ ધરી છે.

TV9 Gujarati

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

ભારતે નવી દિલ્હીથી લઈ ઇસ્લામાબાદ સુધી પાકિસ્તાન પર ભારે દબાણ શરુ કર્યું છે કે જેના પગલે પાકિસ્તાને અભિનંદનને કોઈ પણ ભોગે છોડવા મજબૂર બનવું પડશે.

વિદેશ પ્રધાન વી કે સિંહે પણ ગુરુવારે ટ્વીટ કરી કહ્યું, ‘વિંગ કમાંડર અભિનંદન માનસિક રીતે એક મજબૂત, સ્વાર્થરહિત અને સાહસી સૈનિકના રૂપ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં દેશ એકજુટ થઈ તેમની અને તેમના પરિવારની સાથે ઊભો છે. અમારા પ્રયત્નો ચાલુ છે અને જિનેવા સંધિ હેઠળ અમે આશા કરીએ છીએ કે ટૂંકમાં જ બહાદુર પાયલૉટ ઘરે પરત ફરશે.’

આ પહેલા ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાનના રાજદૂતને બોલાવ્યા અને એક ડિમાર્શે આપી ખુલ્લા શબ્દોમાં કહી દીધું છે કે પાકિસ્તાન અમારો ફાઇટર પાયલૉટ અમને પરત આપી દે. એમ તો પાકિસ્તાન પાસે વધુ વિકલ્પો નથી, કારણ કે જિનેવા સંધિ મુજબ પાકિસ્તાન આપણા પાયલૉટને હાથ પણ લગાવી શકતું નથી. ભારતે પાકિસ્તાની રાજદૂત સમક્ષ કડક વાંધો ઉઠાવતા કહ્યું છે કે પાકિસ્તાન જિનેવા સંધિનો ભંગ કરી ચુક્યું છે, કારણ કે તેણે પાયલૉટની ઈજાગ્રસ્ત તસવીરો અને વીડિયો શૅર કર્યા છે કે જે નિયમોની વિરુદ્ધ છે.

બીજી બાજુ પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગ પણ અભિનંદનને છોડાવવા માટે સક્રિય છે. પાક સ્થિત ભારતીય હાઈકમિશનરે ગઈકાલે સાંજે વિંગ કમાંડર અભિનંદનની તત્કાળ અને સલામત વાપસી માટે પાકિસ્તાની વિદેશ મંત્રાલયને એક ડિમાર્શે આપ્યો.

[yop_poll id=1865]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article