
જમ્મુ-કાશ્મીરનાી પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે કડક પગલા લેવામાં આવ્યા છે. જો કે પાકિસ્તાન તો પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યુ. છેલ્લા 6 દિવસથી પાકિસ્તાન Loc પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. જો કે હવે અચાનક પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. કારણકે પાકિસ્તાનને ભારત તેના પર 36 કલાકમાં હુમલો કરશે તેવો ડર સતાવી રહ્યો છે.
પાકિસ્તાન ભારતના બદલાથી ડરે છે. તે એ ડરમાં જીવી રહ્યો છે કે ભારત ગમે ત્યારે આપણા પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનમાં આ ડરનું એક કારણ છે કારણ કે ભારતે તેના પર હુમલો કરવાની યોજના તૈયાર કરી છે. મંગળવારે પીએમ મોદીએ દિલ્હીમાં ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારએ દાવો કર્યો છે કે ઇસ્લામાબાદને ‘વિશ્વસનીય ગુપ્ત માહિતી’ મળી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે. આ દરમિયાન, પાકિસ્તાન સરકાર દ્વારા બીજી એક નોટિસ જારી કરવામાં આવી છે, જે મુજબ પાકિસ્તાન 1 મેના રોજ સંપૂર્ણપણે બંધ રહેશે.
મંગળવારે વડા પ્રધાન મોદીએ ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, NSA અજિત ડોભાલ અને સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પીએમ મોદીએ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સેનાને છૂટ આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદીએ બેઠકમાં કહ્યું કે, આતંકવાદને યોગ્ય જવાબ આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો.
પીએમ મોદીએ સશસ્ત્ર દળોને બદલો લેવાની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રધાનમંત્રીને મળ્યા હતા.
મંગળવારે જ પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવત મળ્યા હતા. ભાગવત અને વડાપ્રધાન મોદી વચ્ચેની મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી. આ બેઠક પહેલગામ આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં થઈ હતી.
સંઘના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સંઘના વડાએ પ્રધાનમંત્રી મોદીને પહેલગામ પર સરકાર સાથે મળીને કામ કરવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર બદલો લેવાના વિકલ્પો પર વિચાર કરી રહી હતી ત્યારે બંનેએ વડા પ્રધાનના નિવાસસ્થાને પોતાના વિચારો શેર કર્યા.
1 મેના રોજ લેબર ડેની રજાના અવસર પર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) અને તમામ વાણિજ્યિક બેંકો જાહેર વ્યવહારો માટે બંધ રહેશે. સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરાયેલા એક પ્રેસ બ્રીફમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકાર દ્વારા 1 મેના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. વિશ્વભરના મજૂરો અને ઔદ્યોગિક કામદારો સાથે એકતા દર્શાવવા માટે સમગ્ર વિશ્વમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
“સરકાર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન સરકાર દ્વારા જાહેર કરાયેલ મજૂર દિવસ નિમિત્તે જાહેર રજાને કારણે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન 01 મે, 2025 (ગુરુવાર) ના રોજ બંધ રહેશે.” આ દિવસે તમામ બેંકો ઉપરાંત, ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ (DFI) અને માઇક્રોફાઇનાન્સ બેંકો (MFBs) પણ બંધ રહેશે. આ સાથે, પાકિસ્તાનમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે. આ સૂચના એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે પહેલગામ હુમલા માટે ભારત તરફથી બદલો લેવાનો ભય છે.
લેબર ડે દર વર્ષે 1 મેના રોજ ઉજનાય છે, આ દિવસ વિશ્વભરમાં કામદારો સાથે એકતા વ્યક્ત કરવા અને કામદાર વર્ગના અધિકારોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે મોટાભાગના દેશોમાં રજા હોય છે.
આ દિવસ વિશ્વભરના મજૂરોના કાર્ય અને સિદ્ધિઓની ઉજવણી પણ કરે છે. આ દિવસની ઉજવણીનો હેતુ મજૂરો અને ઔદ્યોગિક કામદારોને કોઈપણ શોષણ સામે નોકરીની સુરક્ષા પૂરી પાડવા માટે પગલાં લેવાનો છે.
આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.
Published On - 10:09 am, Wed, 30 April 25