ખૈબર પખ્તુનખ્વા મંદિર તોડી પાડવા મુદ્દે UNમાં ભારતે પાકિસ્તાનની કાઢી ઝાટકણી

|

Jan 22, 2021 | 4:41 PM

ભારતે કહ્યું કે શાંતિ અને સંસ્કૃતિને વધારવા માટેના સંયુક્ત રાષ્ટ્ર(UN)ના પ્રસ્તાવ સાથે પાકિસ્તાન પણ જોડાયેલું છે. આમ છતાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભીડે એક ઐતિહાસિક મંદિરમાં તોડફોડ કરી અને પાકિસ્તાન સરકાર મુકદર્શન બની રહી.

ખૈબર પખ્તુનખ્વા મંદિર તોડી પાડવા મુદ્દે UNમાં ભારતે પાકિસ્તાનની કાઢી ઝાટકણી
સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ભારતીય રાજદૂત ટી. એસ. તીરુમૂર્તિ

Follow us on

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મંદિર પર હુમલા અને તોડફોડ મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનને લતાડ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે કહ્યું કે શાંતિ અને સંસ્કૃતિને વધારવા માટેના સંયુક્ત રાષ્ટ્ર(UN)ના પ્રસ્તાવ સાથે પાકિસ્તાન પણ જોડાયેલું છે. આમ છતાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભીડે એક ઐતિહાસિક મંદિરમાં તોડફોડ કરી અને પાકિસ્તાન સરકાર મુકદર્શન બની રહી. સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ભારતીય રાજદૂત ટી. એસ. તીરુમૂર્તિએ કહ્યું કે આ પ્રસ્તાવનો ઉપયોગ પાકિસ્તાન જેવા દેશો માટે છુપાવા કે સંયુક્ત રાષ્ટ્ર(UN)ને ગેરમાર્ગે દોરવા ન કરવામાં આવી શકે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જાન્યુઆરી ગુરુવારે ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે શાંતિ અને સહિષ્ણુતાની સંસ્કૃતિને વધારવા માટે એક પ્રસ્તાવ સ્વીકૃત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારોનું સમ્માન અને ધર્મો તેમજ માન્યતાઓની વિવિધતાને આધારે તમામ સ્તરે શાંતિ અને સહિષ્ણુતાની સંસ્કૃતિને વધારવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોને મજબૂત કરવા માટે આહ્વાન કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ભારતીય રાજદૂત ટી. એસ. તીરુમૂર્તિએ કહ્યું કે આ બહુ મોટી વિડંબના છે કે હાલમાં જ જે દેશમાં હિન્દુ મંદિરો પર હુમલા અને તોડફોડ કરવામાં આવી અને જે દેશમાં અલ્પસંખ્યકોના અધીકારોનું હનન કરવામાં આવી રહયું છે એ દેશ શાંતિની સંસ્કૃતિના પ્રસ્તાવ સાથે જોડાયેલો છે. ડિસેમ્બરમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કરક શહેરમાં એક હિન્દુ મંદિરને તોડવાના મુદ્દે તેમણે કહ્યું કે પાકિસ્તાનના કરક શહેરમાં ઐતિહાસિક હિન્દુ મંદિર પર એક ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલા દરમિયાન કાયદાકીય સંસ્થાઓ મૂકદર્શક બની રહી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતે કહ્યું કે દુનિયામાં આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, કટ્ટરતા અને અસહિષ્ણુતા વધી રહી છે. ધાર્મિક સ્થળો અને સંસ્કૃતિક સ્થળોને આતંકવાદી કૃત્યોથી મોટું જોખમ ઊભું થયું છે. આ સાથે જ ટી. એસ. તીરુમૂર્તિએ દુનિયાના વિવિધ ભાગોમાં ઘટેલી આવ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું કે ભારત ધાર્મિક સ્થળો અને સંસ્કૃતિક સ્થળોની સુરક્ષાને ખૂબ મહત્વ આપે છે. ભારતમાં ધર્મ આધારિત હિંસા કે ભેદભાવ જેવા કૃત્યો માટે મજબૂત કાયદાકીય માળખું છે.

Next Article