China : ચંદ્રયાન 3ની સફળતાને કારણે આજે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારતની (India) આ સફળતાને પાકિસ્તાન અને ચીન જેવા કટ્ટર વિરોધી દેશો સહન કરી શક્યા નથી. ચીન ફરી અવરચંડાઈ પર ઉતરી આવ્યું છે. હાલમાં ચીને ફરી ભારતના નકશા સાથે છેડછાડ કરી છે. તેમણે ભારતની જમીનને પોતાનો બતાવતો આધિકારિક નક્શા જાહેર કર્યો છે.
આ નકશો ડ્રેગનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. નકશા સાથે છેડછાડ થતા ભારતે ચીન સામે વિરોધ નોંધાવ્યો છે. ભારતે કડક શબ્દોમાં જવાબ આપીને ચીનના આ દાવાને નકાર્યો છે.
આ પણ વાંચો : Toronto News: ટોરોન્ટોમાં આ અઠવાડિયે દુર્લભ ‘બ્લુ સુપરમૂન’ જોવા મળશે, આ ઘટના ફરી જોવા દોઢ દાયકા રાહ જોવી પડશે
આ મામલે વિદેશ મંત્રાલયના આધિકારિક પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું છે કે, અમે આજે ચીનના કથિત નકશા પર વિરોધ નોંધાવ્યો છે. આ નકશામાં ભારતના ક્ષેત્રનો દાવો કરવામાં આવ્યો છે. અમે આ દાવાઓને નકારીએ છે. કારણ કે તેનો કોઈ આધાર નથી. ચીનના આવા પગલા માત્ર સીમા પ્રશ્નના સમાધાનને જટિલ બનાવે છે.
ભારતમાં G20ના આયોજન પહેલા ચીને નવો વિવાદ શરુ કર્યો છે. તેણે પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ બતાવ્યો છે. તે સિવાય ચીને અક્સાઈ ચીનને પણ પોતાનો ભાગ બતાવ્યો છે. તેણે પોતાના ફર્જી નકશામાં ભારતના વિસ્તારોને પોતાનો બતાવ્યો છે. આ વિસ્તારો ચીન પહેલાથી જ પોતાને નામે કરવા માંગતો હતો. BRICS સમ્મેલનમાં ચેતવણી આપવા છતા ચીન પોતાની અવરચંડાઈ પર ઉતરી આવ્યું છે.
LAC ની કુલ લંબાઈ 3488 કિમી છે. તે વિવિધ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે, જેને તમે પૂર્વ-પશ્ચિમ અને મધ્ય ક્ષેત્ર તરીકે જોઈ શકો છો. પૂર્વીય ક્ષેત્રમાં, મેકમોહન લાઇન છે જે 890 કિલોમીટર લાંબી છે. બીજી તરફ,મધ્ય સેક્ટરમાં, તે ડેમચોકથી નેપાળ સરહદ સુધી આવે છે, જેની લંબાઈ 545 કિલોમીટર છે. પશ્ચિમી ક્ષેત્રમાં તે કારાકોરમ પાસથી ડેમચોક સુધી આવે છે, જે 2,053 કિમીનું અંતર છે.
અરુણાચલ પ્રદેશ ચીન સાથે 1126 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, જ્યારે ભૂટાન સાથે 520 કિલોમીટર લાંબી સરહદ છે. ચીનનો દાવો છે કે અરુણાચલ પરંપરાગત રીતે દક્ષિણ તિબેટનો એક ભાગ છે. ચીન લદ્દાખમાં તેના ગેરકાયદે કબજાને અક્સાઈ ચીન નામ આપે છે, જ્યારે ભારતે હંમેશા તેને નકારી કાઢ્યું છે. આ બાબત ચીનને ડંખે છે, તેથી જ જ્યારે તેને તક મળે છે ત્યારે ચીન વિસ્તરણવાદી વિવાદો કરે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો