તુર્કી અને પાકિસ્તાનને ભારત સાથેની દુશ્મની પડી મોંઘી ! ભારતે BRICSમાં લીધો બદલો

|

Oct 26, 2024 | 6:49 PM

રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી 16મી બ્રિક્સ સમિટ ખૂબ ચર્ચામાં રહી હતી. BRICSમાં શરૂઆતમાં માત્ર 5 દેશો હતા. જેમાં 4 વધુ દેશ જોડાયા છે, ત્યારે હવે તુર્કીએ પણ તેમાં જોડાવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન તુર્કી સંબંધિત એક સમાચાર સામે આવ્યા હતા કે, ભારતે બ્રિક્સમાં સામેલ થવાનો તુર્કીનો રસ્તો રોકી દીધો છે.

તુર્કી અને પાકિસ્તાનને ભારત સાથેની દુશ્મની પડી મોંઘી ! ભારતે BRICSમાં લીધો બદલો
BRICS

Follow us on

તાજેતરમાં રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી 16મી બ્રિક્સ સમિટ ખૂબ ચર્ચામાં રહી હતી. ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 5 વર્ષ બાદ થયેલી મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત એક આશ્ચર્યજનક વાત એ પણ હતી કે, BRICSનો ભાગ ના હોવા છતાં આ બેઠકમાં ભાગ લેવા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન પણ પહોંચ્યા હતા.

તુર્કી NATOનો સભ્ય દેશ છે, તેથી યુરોપના ઘણા દેશોએ BRICSની બેઠકમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનની હાજરી અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તુર્કી સંબંધિત એક સમાચાર સામે આવ્યા હતા કે, ભારતે બ્રિક્સમાં સામેલ થવાનો તુર્કીનો રસ્તો રોકી દીધો છે. તુર્કીએ હજુ સુધી બ્રિક્સ સંગઠનનું સભ્યપદ મેળવ્યું નથી.

BRICSમાં 4 નવા દેશની એન્ટ્રી

BRIC દેશોની પ્રથમ સમિટ 2009માં યોજાઈ હતી. તેનું આયોજન રશિયામાં કરવામાં આવ્યું હતું. આ પછી 2010માં દક્ષિણ આફ્રિકા જોડાયા પછી તેનું નામ બદલીને BRICS કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 15 વખત બ્રિક્સ સમિટ યોજાઈ ચૂકી છે. આ વખતે 16મી સમિટ યોજાઈ રહી છે.

23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા

BRICSમાં હવે ઘણા દેશો જોડાવા માગે છે. ગયા વર્ષે પણ બ્રિક્સનું વિસ્તરણ થયું હતું અને તેમાં ઈરાન, ઈજિપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થયો હતો. આ ચાર દેશોએ આ વર્ષે સમિટમાં સભ્ય તરીકે ભાગ લીધો હતો. તુર્કીએ પણ તેમાં જોડાવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે તુર્કીએ સત્તાવાર રીતે BRICSમાં જોડાવા માટે અરજી કરી હતી.

મીડિયા અહેવાલ અનુસાર, તુર્કીએ તેના વૈશ્વિક પ્રભાવને વધારવા અને તેના પરંપરાગત પશ્ચિમી સાથીઓથી આગળ નવા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો છે. બ્રિક્સમાં જોડાવાનો પ્યાસ કરનાર તુર્કી પ્રથમ નાટો સદસ્ય દેશ છે. રશિયાના નેતા પુતિનના આમંત્રણ પર 24 ઓક્ટોબરે રશિયાના કાઝાન પ્રાંતમાં આયોજિત 16મી BRICS સમિટમાં એર્દોઆને હાજરી આપી હતી. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારતે તુર્કીનો BRICSમાં સામેલ થવાનો રસ્તો રોકી દીધો છે.

ભારતે BRICSમાં સામેલ થવા માટે તુર્કીની અરજી ફગાવી હોવાનો દાવો

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે તુર્કીના બ્રિક્સમાં સામેલ થવાનો વિરોધ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તુર્કી પાકિસ્તાનની નજીક હોવાથી ભારત તેને આ સંગઠનમાં સામેલ કરવા ઈચ્છતું નથી. તુર્કીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો છે. કાશ્મીર મુદ્દે તે ઘણી વખત ભારત વિરુદ્ધ નિવેદન આપી ચૂક્યો છે.

તાજેતરમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે સંસ્થાની યોજનાઓ સ્થાપક દેશોની સહમતિથી જ બનાવવી જોઈએ. પીએમ મોદીના આ નિવેદન બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતના વિરોધને કારણે તુર્કીને બ્રિક્સની સદસ્યતા મળી શકી નથી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ તુર્કીને બ્રિક્સ સભ્યપદ ન મળવા પાછળનું સૌથી મહત્ત્વનું પરિબળ ભારતનો વિરોધ હતો. બ્રિક્સમાં કોઈપણ નવા દેશને સામેલ કરવા માટે તમામ સભ્ય દેશોની સહમતિ જરૂરી છે, પરંતુ ભારતના વિરોધને કારણે આ શરત પૂરી થઈ શકી નથી. બ્રિક્સ સમિટ દરમિયાન પોતાના ભાષણમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ કહ્યું હતું કે નવા દેશોને સામેલ કરતા પહેલા ધ્યાન રાખવામાં આવશે કે તેનાથી સંસ્થાની કાર્યક્ષમતા પર અસર ન પડે.

પાકિસ્તાને પણ બ્રિક્સમાં સામેલ થવા માટે અરજી કરી હતી

પાકિસ્તાને ગયા વર્ષે બ્રિક્સ સભ્યપદ માટે ઔપચારિક રીતે અરજી કરી હતી. પાકિસ્તાનના કેટલાક ટોચના રાજદ્વારીઓએ પણ બ્રિક્સમાં જોડાવા માટે સમર્થન મેળવવા માટે ઘણા બ્રિક્સ દેશોની મુલાકાત લીધી હતી. જો કે, ચીન અને રશિયાના સમર્થન છતાં પાકિસ્તાનને બ્રિક્સમાં પ્રવેશ મળ્યો નથી. બ્રિક્સ સંગઠનના નવા પાર્ટનર દેશોની યાદીમાં પણ પાકિસ્તાનને સ્થાન મળ્યું નથી. જો કે, તુર્કીનો બ્રિક્સના પાર્ટનર દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનને પૂરી આશા હતી કે ભારતના વિરોધ છતાં રશિયા અને ચીનના સમર્થનથી તેના માટે બ્રિક્સના દરવાજા ખુલશે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ભારત પાકિસ્તાનના બ્રિક્સ સભ્યપદને પણ સમર્થન આપી શકે છે. જોકે, આવું કંઈ થયું નથી.

પાકિસ્તાન સહિત 30થી વધુ દેશોએ સત્તાવાર રીતે સભ્યપદ માટે અરજી કરી હતી. આ દેશો ઔપચારિક સભ્ય બની શક્યા નથી, પરંતુ આમાંથી 13 દેશોને ભાગીદાર દેશ બનાવવામાં આવ્યા છે. આ દેશોમાં અલ્જેરિયા, મલેશિયા, બેલારૂસ, બોલિવિયા, ક્યુબા, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, નાઈજીરીયા, થાઈલેન્ડ, તુર્કી, ઉઝબેકિસ્તાન, યુગાન્ડા, વિયેતનામનો સમાવેશ થાય છે. આ દેશો બ્રિક્સના ઔપચારિક સભ્ય નહીં હોય, પરંતુ સંગઠનના આયોજનનો ભાગ હશે.

ભારત સામે હંમેશા તુર્કીએ પાકિસ્તાનનો પક્ષ લીધો છે

તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીર મુદ્દે અનેકવાર નિવેદનો આપ્યા છે. વર્ષ 2022માં યુએનના 76માં સત્ર દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિએ પણ કાશ્મીર પર ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં ભારતે પણ સાયપ્રસ પર કબજો કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તુર્કી ઘણા દાયકાઓથી સાયપ્રસના મોટા ભાગ પર કબજો કરી રહ્યું છે. યુએનમાં ભાષણ આપતા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું હતું કે કાશ્મીરની સમસ્યા 74 વર્ષથી ચાલી રહી છે. અમે માનીએ છીએ કે બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને આનો ઉકેલ લાવવો જોઈએ. યુએનએ આ મુદ્દે એક ઠરાવ પસાર કર્યો છે, જેને તુર્કી સ્વીકારતું નથી. જ્યારે ભારત કરી રહ્યું છે કે, તુર્કીએ સાયપ્રસને લઈને યુએનમાં પસાર કરાયેલા ઠરાવનું પાલન કરવું જોઈએ.

BRICSનો હેતુ શું છે ?

વિશ્વની આર્થિક નીતિઓ પર અમેરિકાના પ્રભાવને ઘટાડવા માટે ભારત, રશિયા અને ચીન દ્વારા બ્રિક્સની શરૂઆત કરવામાં આવી હતી, તેનો સૌથી મહત્વપૂર્ણ હેતુ રાજકીય અને આર્થિક સુરક્ષા છે. આ જ કારણ છે કે આ સંસ્થા હાલમાં વિશ્વના ઘણા દેશોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયા જેવો દેશ પણ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા માટે આ સંગઠનનો ભાગ બન્યો છે.

વિશ્વની લગભગ 45 ટકા વસ્તીનું નેતૃત્વ કરતી આ સંસ્થાની વૈશ્વિક શક્તિ વધી રહી છે. બ્રિક્સ દેશોની વૈશ્વિક જીડીપીમાં લગભગ 28 ટકા હિસ્સો છે, જે ઝડપે ઘણા દેશો બ્રિક્સમાં જોડાવા માટે અરજી કરી રહ્યા છે, એવું માનવામાં આવે છે કે આ સંગઠન આવનારા સમયમાં G7 દેશોને આસાનીથી પછાડી શકે છે.

Next Article