India Pakistan Clash: પાકિસ્તાન ‘આતંકવાદીઓનો એક્સપોર્ટર’, ભારતે ફરી પાકિસ્તાનની કરી બોલતી બંધ

|

Mar 14, 2023 | 1:01 PM

જમ્મુ-કાશ્મીરના મુદ્દે ફરી એકવાર ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું છે. જ્યારે પાકિસ્તાને 146મી ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

India Pakistan Clash: પાકિસ્તાન આતંકવાદીઓનો એક્સપોર્ટર, ભારતે ફરી પાકિસ્તાનની કરી બોલતી બંધ
Image Credit source: Twitter

Follow us on

પાકિસ્તાને વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે ફરી એકવાર તેને વળતો જવાબ આપ્યો છે. બહેરીનમાં 146મી ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં, ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓના એક્સપોર્ટર તરીકે કહ્યું છે અને કહ્યું કે પાકિસ્તાનનો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર કોઈ અધિકાર નથી.

આ પણ વાચો: Pakistan Crisis: મુસ્લિમ દેશો પાસે ભીખ ન મળતા હવે રશિયાના શરણે પાકિસ્તાન, રશિયા આપશે સસ્તું ક્રૂડ ઓઈલ ?

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

એસેમ્બલીમાં રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને ભારતે કહ્યું કે, પાકિસ્તાને આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. ANIએ બીજુ જનતા દળ (BJD)ના પ્રવક્તા સસ્મિત પાત્રાને પાસે મળેલ જાણકારીના આધારે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાને તેના નિવેદનમાં ફરી એકવાર ભારતના અભિન્ન અંગ જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. પાત્રા એસેમ્બલીમાં હાજરી આપવા માટે બહેરીન ગયા હતા.

 

 

પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો

રાજ્યસભાના સદસ્ય સસ્મિત પાત્રાએ ટ્વીટ કર્યું કે, ભારતે આજે બહેરીનમાં 146મી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં પાકિસ્તાનની ટીકા કરી. એસેમ્બલીમાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ભારતે પણ રાઈટ ટુ રિપ્લાય દ્વારા પાકિસ્તાનની ટીકા કરી હતી.

રેટરિક અને પ્રચારથી તથ્યોને પૂર્ણ થઈ શકતા નથી

તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશાથી ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. કોઈ પણ દેશ તેના રેટરિક અને પ્રચાર દ્વારા આ હકીકતને ખતમ કરી શકશે નહીં. પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. અમે વારંવાર પાકિસ્તાન દ્વારા બળજબરીથી કબજે કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાની હાકલ કરી છે.

આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર

પાત્રાએ કહ્યું કે, આ વિડંબના છે કે જે દેશ આતંકવાદીઓ એક્સપોર્ટર તરીકે જાણીતો છે અને જમ્મુ અને કાશ્મીરની સરહદ પર અસંખ્ય વખત આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર છે, તે માનવાધિકારને સમર્થન આપવાનો દાવો કરી રહ્યો છે. એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશી મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરનો એજન્ડા સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

રશિયાના શરણે પાકિસ્તાન

વિશ્વભરમાંથી મદદ લીધા બાદ પાકિસ્તાન હવે રશિયાની મદદથી પોતાનો જીવ બચાવવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન રશિયા પાસેથી સસ્તામાં રશિયન ક્રૂડ ઓઈલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $50 સુધી હોય, જે તેને રોકડની સમસ્યા તેમજ મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે. જો કે, એ મહત્વનું છે કે, કાચા ક્રૂડ ઓઈલની કિંમત પણ રશિયન ઓઈલ પર $60ની રશિયન ક્રૂડ ઓઈલ પ્રાઈસ કેપ કરતા બેરલ દીઠ $10 ઓછી છે.

Next Article