Independence Day : 12 વર્ષીય તારાએ ઈરાની સંતૂર પર વગાડ્યું ભારતીય રાષ્ટ્રગાન, Video જોઈને તમે પણ થઈ જશો બાળકીના ફેન્સ

|

Aug 15, 2021 | 10:26 AM

12 વર્ષીય તારાએ ઈરાની સંતૂર પર ભારતીય રાષ્ટ્રગીત (India's National Anthem) વગાડ્યું છે,જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2020 માં તારાને સંગીત માટે ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડીજીસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Independence Day : 12 વર્ષીય તારાએ ઈરાની સંતૂર પર વગાડ્યું ભારતીય રાષ્ટ્રગાન, Video જોઈને તમે પણ થઈ જશો બાળકીના ફેન્સ
Tara (File Photo)

Follow us on

Independence Day : ઈરાનની 12 વર્ષની તારાએ 75 માં સ્વતંત્રતા દિવસે ભારતને એક અનોખી ભેટ આપી છે. તારાએ ઈરાની સંતૂર પર ભારતનું રાષ્ટ્રગીત(Indian National Anthem) એવી રીતે વગાડ્યું કે આખી દુનિયા તેની પ્રશંસક બની ગઈ છે. આપને જણાવી દઈએ કે, તારાએ ઈરાની સંતુર ભારતીય રાષ્ટ્રગાન વગાડ્યું છે,જે લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. હાલ,દરેક વ્યક્તિ તારાના ચાહકો બની ગયા છે.

તારા આટલી નાની ઉંમરમાં સંગીતમાં માહિર બની ગઈ છે અને આખી દુનિયામાં તેના ચાહકો છે. સંગીત (Music) પ્રત્યેના તેમના પ્રેમની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં તારાને વિશ્વની ટોપ -15 મ્યુઝિક પ્રોડીજીઝ (Top-15 Music Prodigies of the World)એટલે કે સંગીતની દુનિયાના ટોપ -15 ઉભરતા બાળકોમાં સામેલ કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પાંચ વર્ષની ઉંમરથી તારા સંતૂર વગાડે છે

તારાનો સંતૂર પ્રત્યેનો પ્રેમ તે સમયથી શરૂ થયો જ્યારે તે બરાબર બોલી પણ શકતી ન હતી. તે પાંચ વર્ષની ઉંમરથી જ સંતૂર વગાડવાનું શીખી રહી છે. ઉલ્લેખનીય છે કે, તારાની માતા ઈરાની સંતૂર શીખતી હતી.ત્યાર બાદ તારા પણ સંગીતની શોખીન બની. શરૂઆતમાં, તે ઈરાની પરંપરાગત સાધન ટોનબાક વગાડતી હતી. પરંતુ પાછળથી તેને સંતૂર વગાડવામાં રસ પડ્યો. આપને જણાવવું રહ્યું કે,આઠ વર્ષની ઉંમરે તારાએ સંતૂર વગાડવાનું શરૂ કર્યું હતુ.

વિશેષ પુરસ્કારથી સન્માનિત

તારા ગહરેમાનીને જાન્યુઆરી 2020 માં સંગીત માટે ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડીજીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે તેણી વર્ષનાં ટોપ -100 ચાઈલ્ડ પ્રોડીજીઝમાં પણ સામેલ થઈ હતી.આપને જણાવી દઈએ કે, તારા હાલ ધોરણ સાતમાં અભ્યાસ કરી રહી છે.

 

આ પણ વાંચો: 75th Independence Day : PM મોદીએ લાલ કિલ્લા પરથી કોવિડ વોરિયર્સની કરી પ્રશંસા,કહ્યુ “ડોકટર, નર્સ અને વૈજ્ઞાનિકોની મહેનત પ્રશંસનીય”

આ પણ વાંચો: Independence Day 2021 : 75 માં સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિના રંગોમાં રંગાઈ સોશિયલ મીડિયાની દુનિયા, જુઓ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા

 

Next Article