આ દેશમાં પતંગ ઉડાવવી ગણાય છે ગંભીર અપરાધ, ઉડાવવા પર થાય છે જેલ અને મોટો દંડ

આપણી પડોશમાં જ એક એવો દેશ આવેલો છે જ્યાં પતંગ ઉડાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ત્યાં પતંગ ઉડાવવાને ગંભીર અપરાધની શ્રેણીમાં રખાયુ છે અને પતંગ ઉડાવનાર કોઈ પકડાય તો તે બિનજામીનપાત્ર ગુનો બને છે અને તેને જેલમાં જવુ પડે છે.

આ દેશમાં પતંગ ઉડાવવી ગણાય છે ગંભીર અપરાધ, ઉડાવવા પર થાય છે જેલ અને મોટો દંડ
| Updated on: Jan 17, 2026 | 9:22 PM

ભારતમાં મકરસંક્રાંતિ અને વસંત પંચમી જેવા તહેવારો પર પતંગ ઉડાવવામાં આવે છે. પતંગ ઉડાડવાની સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે. પરંતુ ભારતનો જ સૌથી નજીકનો પડોશી દેશ એવાપાકિસ્તાનમાં પતંગ ઉડાડવા મટે લોકોને જેલની સજા થઈ શકે છે. ચાલો જાણીએ શું છે આવુ કરવા પાછળના કારણો.

પાકિસ્તાનમાં પતંગ ઉડાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ પતંગ ઉડાવવા માટે વપરાતી દોરી છે. આ તોરી કાચ અને રસાયણોથી કોટેડ હોય છે. તેના પર ક્યારેક ધાતુનો વરખ પણ ચડે છે. જ્યારે તે રસ્તા પર લટકતા હોય છે, ત્યારે તે મોટરસાયકલ સવારો અને રાહદારીઓના ગળા કાપી શકે છે. ધાતુના પતંગના તાર ઘણીવાર હાઇ-વોલ્ટેજ પાવર લાઇનના સંપર્કમાં આવે છે, જેના કારણે વ્યાપકપણે વીજળી ડૂલ થાય છે અને, ઘણા દુ:ખદ કિસ્સાઓમાં, ગૂંચવાયેલા પતંગોને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે બાળકો વીજ કરંટનો ભોગ બન્યા છે.

 

પાકિસ્તાનમાં પતંગ ઉત્સવોની સાથે ઘણીવાર હવાઈ ફાયરિંગ, બેદરકારીથી મોટરસાયકલના સ્ટંટ અને માર્ગો પર હિંસાના બનાવો બનતા હતા. ઉજવણી દરમિયાન જશ્નમાં કરાયેલી ફાયરીંગમાં અનેક લોકોના મોત પણ થયા છે.

પાકિસ્તાનમાં કેટલાક ધાર્મિક વિદ્વાનોએ પતંગ ઉડાડવાને બિન-ઇસ્લામિક જાહેર કરતા ફતવા પણ બહાર પાડ્યા છે. તેઓએ દલીલ કરી છે કે તે નકામા ખર્ચ, જોખમ લેવા અને ખુદને નુકસાન પહોંચાડવાને પ્રોત્સાહન આપે છે.

પંજાબ પતંગ ઉડાડવાના નિયમન અધિનિયમ હેઠળ તે ઘણા ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે. આથી પતંગ ઉડાવતા પકડાયેલા લોકોને 3 થી 5 વર્ષની જેલ અને 20 લાખથી 50 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ થઈ શકે છે.

પાકિસ્તાનમાં પતંગ ઉડાડવાના ગુનાઓ હવે બિનજામીનપાત્ર છે. આનો અર્થ એ થયો કે ધરપકડ કરવાથી તાત્કાલિક જેલ થઈ શકે છે. જો કોઈ સગીર પતંગ ઉડાવે છે, તો કાયદા મુજબ માતાપિતાને જવાબદાર ઠેરવવામાં આવે છે, જેમાં પહેલા ગુના માટે ₹50,000 સુધીનો દંડ અને વારંવાર ગુના માટે ₹1,0,000 સુધીનો દંડ થઈ શકે છે.

કડવા પાટીદાર સમાજના પ્રશ્નો અંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ શબ્દો ચોર્યા વિના કરી ચોખ્ખી વાત- Videoમાં જુઓ શું બોલ્યા રૂપાલા

Published On - 9:20 pm, Sat, 17 January 26