Pakistan: ઈમરાન ખાન 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક

|

Aug 09, 2023 | 10:05 AM

ઈમરાન ખાનને કોર્ટમાંથી સજા મળ્યા બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી અને તેને પંજાબની એટોક જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. ખાન એટોક જેલમાં બંધ હોય એવા પહેલા વડાપ્રધાન બન્યા છે.

Pakistan: ઈમરાન ખાન 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

Pakistan: તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran Khan) દોષિત ઠેરવ્યા બાદ પાકિસ્તાનનું ચૂંટણી પંચ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પંચે ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે ગયા અઠવાડિયે જ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષી ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટમાંથી સજા મળતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પંજાબની એટોક જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. ખાન એટોક જેલમાં બંધ એવા પહેલા વડાપ્રધાન બન્યા છે.

આ પણ વાંચો: Pakistan News : આર્મી હેડક્વાર્ટરમાં શાહબાઝ શરીફને આપવામાં આવી વિદાય, આવતીકાલે વડાપ્રધાન પદ પરથી આપી શકે છે રાજીનામું

પાકિસ્તાનમાં જે રીતે આર્થિક સંકટની સ્થિતિ પ્રવર્તી રહી છે તે જોતા આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની નિશ્ચિત છે. આવી સ્થિતિમાં જે રીતે ઈમરાન ખાનની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે અને તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેને પાકિસ્તાનની રાજનીતિમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 12 ઓગસ્ટે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

શું છે તોશાખાના કેસ, જેમાં ફસાયા છે ઈમરાન ખાન

તોશાખાના એ પાકિસ્તાનના કેબિનેટ વિભાગનો એક વિભાગ છે. આ વિભાગ સરકારી અધિકારીઓ, નેતાઓ અને મહાનુભાવોને મળેલી વિદેશી ભેટોનો સંગ્રહ કરે છે. કાયદા અનુસાર, વડાપ્રધાન અને રાજ્યના વડા તેમની સાથે 30,000 રૂપિયાથી ઓછી કિંમતની ભેટ જ રાખી શકે છે. આવી સ્થિતિમાં 30 હજારથી વધુ કિંમતની તમામ ભેટ તોશાખાનામાં રાખવી ફરજિયાત છે. જો કે ઈમરાને તેમાં પણ ચોરી કરી હોવાની વાત હતી.

પાકિસ્તાન ચૂંટણી પંચે 2018માં ફરિયાદ દાખલ કરી હતી

પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ઈમરાન ખાને વર્ષ 2018 અને 2019માં વિદેશમાંથી મળેલી ભેટ છુપાવી હતી. ધ ડોનના અહેવાલ મુજબ, સત્તામાં આવ્યા પછી, ભૂતપૂર્વ વડા પ્રધાને સપ્ટેમ્બર 2018 સુધી 100 મિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુની ભેટ છુપાવી હતી અને આ માટે તેમણે 20.1 મિલિયન ચૂકવ્યા હતા.

 

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article