પરંતુ લાગે છે કે ઇમરાન ખાન પોતાની ઓકાત અને અસલિયત સમજે છે અને એટલે જ તેમણે અભિનંદનની સ્વદેશ વાપસી બાદ પહેલી વાર મૌન તોડ્યું છે. તેમણે સોમવારે ટ્વીટ કર્યું કે નોબેલ પુરસ્કાર માટે તેઓ યોગ્ય નથી. જોકે ઇમરાન ખાન આ ટ્વીટમાં પાકિસ્તાનનો રાગ આલાપવાથી ન ચૂક્યાં.
I am not worthy of the Nobel Peace prize. The person worthy of this would be the one who solves the Kashmir dispute according to the wishes of the Kashmiri people and paves the way for peace & human development in the subcontinent.
— Imran Khan (@ImranKhanPTI) March 4, 2019
ઇમરાન ખાને ટ્વીટમાં લખ્યું, ‘નોબેલ શાંતિ પુરસ્કાર તેને મળવું જોઇએ કે જે વ્યક્તિ કાશ્મીરની સમસ્યાને કાશ્મીરી લોકોની ઇચ્છા મુજબ ઉકેલે. આ સમસ્યાને ઉકેલવાથી ક્ષેત્રમાં શાંતિ અને વિકાસ પરત ફરશે. હું આ પુરસ્કારને યોગ્ય નથી.’
સ્પષ્ટ છે કે ઇમરાન ખાને પોતાની જાતને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતે અયોગ્ય જાહેર કર્યા છે અને 22 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કબૂલાત કરી છે કે તેઓ આ પુરસ્કારને યોગ્ય નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:51 am, Mon, 4 March 19