ઓસ્ટ્રેલિયાએ વિદેશીઓ માટે ખોલ્યા પોતાના દરવાજા, પ્રવાસીઓનો આવવાનો ધસારો શરૂ, આ બાબતનું રાખવું પડશે ધ્યાન

|

Feb 21, 2022 | 11:46 AM

ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ના કેસોની સંખ્યા ધીમી કરવાના પ્રયત્નમાં માર્ચ 2020માં નાગરિકો અને રહેવાસીઓ સિવાય લગભગ દરેક માટે તેની સરહદો બંધ કરી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ વિદેશીઓ માટે ખોલ્યા પોતાના દરવાજા, પ્રવાસીઓનો આવવાનો ધસારો શરૂ, આ બાબતનું રાખવું પડશે ધ્યાન
File Image

Follow us on

ઓસ્ટ્રેલિયન (Australia) સરકારે લગભગ બે વર્ષ પછી કોવિડ-19 પ્રતિબંધોને (Covid-19 Restrictions) હળવા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ સોમવારથી કેટલીક શરતો સાથે દેશમાં આવવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયા વિશ્વના તે દેશોમાંથી એક હતું, જેણે કોરોના મહામારી (Coronavirus Pandemic) ને કારણે કેટલાક ખૂબ જ કડક પગલાં લીધા હતા. લગભગ બે વર્ષ પછી રસીકરણ પૂર્ણ કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સિડની એરપોર્ટ પર શુભેચ્છકો દ્વારા કોઆલાનું રમકડું બતાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેમને ઑસ્ટ્રેલિયાના કેટલાક જાણીતા ખાદ્યપદાર્થો આપવામાં આવ્યા હતા, જેમાં ટિમ ટેક ચોકલેટ બિસ્કિટ અને વેજેમાઈટની બોટલનો સમાવેશ થાય છે. લોસ એન્જલસથી ક્વાન્ટાસ ફ્લાઈટમાં પ્રથમ મુસાફરોને આવકારવા માટે ફેડરલ ટુરિઝમ મિનિસ્ટર ડેન તેહાન સ્થાનિક સમય અનુસાર સવારે 6.20 વાગ્યે હાજર હતા. તેમણે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કોર્પ ટેલિવિઝનને કહ્યું, ‘હું માનું છું કે અમારું પ્રવાસન બજાર ફરીથી મજબૂત રીતે ઉભરી આવશે. અમારા અદ્ભુત અનુભવોનો અંત આવ્યો નથી.

રસીકરણના સ્ટેટસની થશે તપાસ

ગૃહપ્રધાન કેરેન એન્ડ્રુએ કહ્યું કે તમામ મુસાફરોના રસીકરણની સ્થિતિની તપાસ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પહેલા કરવામાં આવશે, જેથી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ જેવી સ્થિતિ ઊભી ના થાય. ઉલ્લેખનીય છે કે જોકોવિચને ઓસ્ટ્રેલિયા રવાના થયા પહેલા સ્પેનમાં ઓટોમેટિક પ્રક્રિયા દ્વારા વિઝા આપવામાં આવ્યા હતા પણ મેલબોર્ન પહોંચવા પર કોરોનાના નિયમોના કારણે તેમને પરત મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને તેના કડક નિયમોના કારણે દુનિયાભરમાં આલોચનઓનો સામનો પણ કરવો પડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

માર્ચ 2020માં બંધ કરી હતી સરહદો

ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ના કેસોની સંખ્યા ધીમી કરવાના પ્રયત્નમાં માર્ચ 2020માં નાગરિકો અને રહેવાસીઓ સિવાય લગભગ દરેક માટે તેની સરહદો બંધ કરી દીધી હતી. મુસાફરી પ્રતિબંધ હેઠળ લોકો કોઈપણ છૂટ વિના વિદેશ પ્રવાસ કરી શકતા નહતા. તેમને દેશમાં પ્રવેશવા માટે કડક નિયમોનું પણ પાલન કરવું પડતું હતું. આ દરમિયાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાને સોમવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું ન હતું, ત્યાં 3 માર્ચ સુધી કોઈ પ્રવેશ થશે નહીં.

આ પણ વાંચો: Yemen: યમનના હજ્જામાં લડાઈ વધી, સાઉદી ગઠબંધનના હુમલામાં ઓછામાં ઓછા 156 હુતી બળવાખોરો માર્યા ગયા, અનેક વાહનો નાશ પામ્યા

આ પણ વાંચો: Covid-19: દેશમાં કોરોના સંક્રમણના 16051 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 206 દર્દીઓના મોત

 

Next Article