એવું લાગે છે કે IMF પણ પાકિસ્તાનની દુર્દશા પર દયા અનુભવે છે. એટલા માટે તેઓ વારંવાર આ દેશને ગરીબીમાંથી બહાર આવવાનું સૂચન કરી રહ્યા છે. જો કે, હજુ પણ તે પૈસા આપવા માટે તૈયાર નથી. પાકિસ્તાન પર પહેલાથી જ એટલુ દેવું બાકી છે, અને આ રીતે કોણ ફરીથી પૈસા આપવા તૈયાર થશે. IMF ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ સરકારને કેટલાક પગલા લેવા કહ્યું છે.
આ પણ વાચો: પંજાબમાં BSFની મોટી કાર્યવાહી, 21 દિવસોમાં 5 પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા
તેમણે કહ્યું છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વધુ કમાણી કરનારા લોકો ટેક્સ ચૂકવે. તેમણે કહ્યું કે, અમીરો માટે ટેક્સ વધારવો. માત્ર ગરીબોને જ સબસિડી મળે છે. આ સલાહ આપતા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું કે જો પાકિસ્તાન એક દેશ તરીકે કામ કરવા ઈચ્છે છે તો તે કરવું જરૂરી છે.
IMF ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ શુક્રવારે જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદની બાજુમાં ડોઇશ વેલે સાથેની એક મુલાકાતમાં આ વાત કહી. તેમણે કહ્યું કે પાકિસ્તાને આવી ખતરનાક પરિસ્થિતિને ટાળવા માટે કડક પગલાં લેવાની જરૂર છે, જ્યાં તેને દેવાનું પુનર્ગઠન કરવાની જરૂર છે.
ડૉન અનુસાર, તેમણે કહ્યું કે, IMF પાકિસ્તાનના ગરીબ લોકોને બચાવવા માંગે છે, પરંતુ અમીરોને સબસિડીનો લાભ મળવો જોઈએ નહીં. સબસિડી ગરીબોને આપવી જોઈએ. તેમણે કહ્યું કે, અમે જે માંગણીઓ કરી રહ્યા છીએ તે પાકિસ્તાનને એક દેશ તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવવા માટે જરૂરી છે. તેણે આવી ખતરનાક પરિસ્થિતિમાં જવાથી બચવુ જોઈએ અને જ્યાં દેવાનું પુનર્ગઠન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે જે લોકો જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં સારી કમાણી કરી રહ્યા છે, તેઓએ અર્થતંત્રમાં યોગદાન આપવું જોઈએ.
મારું દિલ પાકિસ્તાનના લોકો માટે છે. દેશની એક તૃતીયાંશ વસ્તીને અસર કરતા પૂરથી તેઓ તબાહ થઈ ગયા છે. અમે બે બાબતો પર ભાર મુકીએ છીએ. સૌપ્રથમ, કરની આવક વધારવી, કારણ કે જેઓ સાર્વજનિક અથવા ખાનગી ક્ષેત્રોમાં સારી કમાણી કરી રહ્યા છે, તેઓએ અર્થતંત્રમાં યોગદાન આપવું જરૂરી છે. નંબર બે, સબસિડી ફક્ત એવા લોકોને જ આપવી જોઈએ, જેમને ખરેખર તેની જરૂર છે. એવું ન થવું જોઈએ કે સબસિડીનો લાભ ધનિકોને મળે.
200 મિલિયનથી વધુની વસ્તીમાંથી લગભગ 3.5 મિલિયન જ રિટર્ન ફાઇલ કરનારા છે. સરકાર IMF દ્વારા સૂચવવામાં આવેલા પગલાનો અમલ કરી રહી છે. મિનિ-બજેટ સરકાર દ્વારા અપેક્ષિત હતું, જેમાં 170 અબજ રૂપિયાનો વધારાનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. સોમવારે નેશનલ એસેમ્બલી દ્વારા પસાર કરવામાં આવશે. IMF પ્રોગ્રામ હેઠળ, સરકારે પાવર સેક્ટર સબસિડી ખતમ કરી અને ખેડૂત પેકેજ સમાપ્ત કર્યું છે.