Pakistan Video: ભારત જો પાકિસ્તાન સાથે યુદ્ધ કરે તો પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ નથી , જાણો કારણ

પાકિસ્તાની પત્રકારે બાજવાએ વર્ષ 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુપ્ત વાતચીત કરી હતી અને યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

Pakistan Video: ભારત જો પાકિસ્તાન સાથે યુદ્ધ કરે તો પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ નથી , જાણો કારણ
Image Credit source: Google
| Edited By: | Updated on: Apr 26, 2023 | 7:42 PM

જ્યારે પણ પાકિસ્તાન આર્મી ભારતીય સેના સાથે યુદ્ધ કરે છે, ત્યારે તેને પરિણામ ભોગવવા પડ્યા છે. વિભાજન પછી પાકિસ્તાન ભારતને માત્ર ગિદડ ધમકી જ આપતું રહ્યું છે. ગિદડ ધમકીનું કારણ કે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) કમર જાવેદ બાજવાએ સત્ય કહ્યું હતું કે પાકિસ્તાન આર્મી ભારતીય સેનાનો સામનો કરવા સક્ષમ નથી.

આ પણ વાચો: Pakistan: ચીનના શરણે પાકિસ્તાન, લોન માટે કટોરો લઈને આર્મી જનરલ માંગશે ભીખ

મહત્વનું છે કે, રશિયા સાથે ડિલ કરી સસ્તું તેલ લેવા માટે પાકિસ્તાન મથી રહ્યું છે, થોડા સમય પહેલા પણ સમાચાર આવ્યા હતા કે, પાકિસ્તાન ખાનગી રીતે યુક્રેનને હથિયાર વેચી રહ્યું છે, પાકિસ્તાની સેના અને પાકિસ્તાની સરકાર વચ્ચે અનેકવાર મતભેદ થયા છે, પાકિસ્તાની લોકોને ખાવા લોટ નથી મળી રહ્યો ને પાકિસ્તાની સેનાના ઓફિસરો 10 ગાડીના કાફલામાં ફરી રહ્યા છે.

 

આ ખુલાસો પાકિસ્તાનના જાણીતા પત્રકાર હામિદ મીરે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. મીરે એ પણ કહ્યું છે કે બાજવાએ ભારત સાથે સંબંધો સુધારવા માટે ભારતના NSA અજીત ડોભાલ સાથે વાત કરી હતી. હામિદ મીરે બ્રિટન સ્થિત પાકિસ્તાની મીડિયા UK44ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો, જો કે બાજવાએ બે વરિષ્ઠ પત્રકારોને કહ્યું હતું કે પાકિસ્તાન આર્મી પાસે ભારત સામે લડવા માટે ટેન્ક ભરવા માટે ન તો સાધનો છે કે ન તો ડીઝલ છે.

તોપોની અવરજવર માટે પણ અમારી પાસે ડીઝલ નથી– બાજવા

તેમણે બાજવાને ટાંકીને કહ્યું કે કમાન્ડરોની બેઠકમાં બાજવાએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેના ભારતીય સેનાનો મુકાબલો કરી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે અમારી પાસે તોપોની અવરજવર માટે પણ ડીઝલ નથી. મીરે કહ્યું કે બાજવાએ ભારત સાથે સંબંધો સુધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તે કાશ્મીરના ઉકેલ પર પણ કામ કરી રહ્યા હતા.

 

મીરે કહ્યું કે બાજવાએ વર્ષ 2021માં ખુલાસો કર્યો હતો કે, તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુપ્ત વાતચીત કરી હતી અને યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મીરે એવો પણ દાવો કર્યો હતો કે બાજવાએ કાશ્મીરને લઈને એક ડીલ કરી હતી, જેના વિશે તેણે ક્યારેય પાકિસ્તાની લોકોને જણાવ્યું નથી.

ઈમરાનને પીએમ મોદીની મુલાકાતની જાણ નહોતી

મીરે જણાવ્યું કે ભારત સાથે યુદ્ધવિરામ બાદ PM નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની મુલાકાત લેવી પડી હતી. જ્યારે વિદેશ મંત્રાલયને આ વાતની જાણ થઈ તો તે તત્કાલીન પીએમ ઈમરાન ખાન પાસે ગયા પરંતુ તે પણ આ વાતથી અજાણ હતા. ત્યારે ઈમરાને કહ્યું હતું કે મને ખબર છે કે NSA અજીત ડોભાલ સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ PM મોદીના પાકિસ્તાન પ્રવાસ અંગે કોઈ માહિતી નથી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…