રશિયા અને યુક્રેન વચ્ચેનું વિધ્વંસક યુદ્ધ (Ukraine Russia War) સતત સાતમા દિવસે પણ ચાલુ છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પછી બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ (Kharkiv) પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. રહેણાંક વિસ્તારોમાં પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. દરમિયાન, ખાર્કિવથી રશિયન હુમલાનો (Massive explosion) એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને કોઈનું પણ હ્રદય કંપી ઉઠશે.
કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ ખાર્કિવ પાસે એક એરબેઝને નષ્ટ કરી દીધું. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો પડઘો 15 કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે 21મી સદીમાં આ બધું થઈ રહ્યું છે તે ખૂબ જ આશ્ચર્યની વાત છે.
14 સેકન્ડની આ વીડિયો ક્લિપ ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયો એક ઉંચી બિલ્ડિંગમાંથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો ક્લિપમાં તમે જોઈ શક્શો કે અંધારી રાત હતી અને વાતાવરણ બોમ્બના અવાજથી ગુંજી ઉઠ્યુ હતુ. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું આકાશ ચમકી ઉઠ્યુ. તમે જોઈ શકો છો કે હુમલા પછી કેવી રીતે આગનો બલૂન મશરૂમની જેમ આગળ વધે છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 15 કિમી દૂર બેઠેલા લોકોને પણ આ હુમલાનો ખતરો લાગ્યો હતો.
આ વીડિયો @itswpceo નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 24 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને સતત રીટ્વીટ કરી રહ્યા છે.
આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે રશિયાએ વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે, આ સિવાય ઘણા યુઝર્સ નિર્દોષ લોકો પર હુમલો કરવા બદલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઉગ્ર શબ્દોમાં વખોડી કરી રહ્યા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –