જર્મની (Germany)ના સ્વાસ્થ્ય મંત્રી (Health Minister)એ લોકોને ચેતવણી આપી છે કે શિયાળાના અંત સુધીમાં તેઓ કોવિડ-19 (Corona)થી બચવા માટે વેક્સિનેટ થઈ જશે, વાયરસમાંથી સાજા થઈ જશે અથવા વાયરસની ચપેટમાં આવી મૃત્યુ પામશે. મંત્રીની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે યુરોપ (Europe)ના ઘણા દેશોએ વધતા સંક્રમણને જોતા નિયંત્રણો લાગુ કર્યા છે.
આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાને કહ્યું, “કદાચ આ શિયાળાના અંત સુધીમાં જર્મનીમાં દરેકને રસી આપવામાં આવશે, તેઓ સ્વસ્થ થઈ જશે. આઈસીયુમાં બેડ ભરાઈ રહ્યા છે અને આને ધ્યાનમાં રાખીને નવા નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. જેમાં ક્રિસમસ માર્કેટ બંધ કરવામાં આવ્યું છે.
દેશના એ વિસ્તારો જ્યાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઊંચો છે, ત્યાં જાહેર સ્થળો જેમ કે સિનેમા હોલ, જિમ અને ઇન્ડોર ડાઇનિંગ સ્થળો પર રસીકરણ વિના પ્રતિબંધ મૂકવામાં આવશે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે (Angela Merkel) ચેતવણી આપી હતી કે જર્મનીના હાલના કોવિડ પ્રતિબંધો, જેમાં કેટલાક જાહેર સ્થળોએ રસી વગરના લોકોને પ્રતિબંધિત કરવાનો સમાવેશ થાય છે. તેટલું પૂરતું નથી. પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ સાથે વાત કરતા મર્કેલે કહ્યું કે, અહીં સ્થિતિ ખૂબ જ નાટકીય છે, કારણ કે દર 12 દિવસે નવા કોરોના કેસ બમણા થઈ રહ્યા છે. જેના કારણે આરોગ્ય અધિકારીઓ ખૂબ જ ચિંતિત છે.
યુરોપમાં લોકડાઉનને લઈને હોબાળો
સોમવારે, જર્મનીમાં 30,643 નવા કેસ નોંધાયા હતા. આ રીતે, દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 53 લાખને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોનાને કારણે એક લાખ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે અમારી ઘણી હોસ્પિટલોમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે. બીજી તરફ યુરોપમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે યુરોપના ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરવું પડ્યું છે. તે જ સમયે, લોકડાઉન સામે લોકોનો વિરોધ પણ જોવા મળ્યો છે. ઘણી જગ્યાએ હિંસક અથડામણ પણ થઈ છે.
ઓસ્ટ્રિયામાં લોકડાઉન લાગુ
એવામાં કોરોનાવાયરસ ચેપના ફેલાવાને રોકવા માટે, ઑસ્ટ્રિયામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે તાજેતરના અઠવાડિયામાં દૈનિક મૃત્યુની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે અને હોસ્પિટલો પર દબાણ વધી રહ્યું છે.
ઘણા રાજ્યોમાં, હોસ્પિટલોમાં દબાણ એટલું વધી ગયું છે કે ICU યુનિટ્સ ફૂલ થવાના આરે છે. અધિકારીઓએ કહ્યું કે લોકડાઉન ઓછામાં ઓછા 10 દિવસ સુધી ચાલશે, પરંતુ તેને 20 દિવસ સુધી લંબાવી શકાય છે. આનાથી રસી વ્યાપકપણે ઉપલબ્ધ થઈ ત્યારથી સંપૂર્ણ શટડાઉન ફરીથી લાગુ કરનાર ઓસ્ટ્રિયા પહેલો પશ્ચિમ યુરોપિયન દેશ બન્યો.
આ પણ વાંચો: હિંગની ખેતી વિશે સંપૂર્ણ માહિતી, આ પદ્ધિતીથી હિંગની ખેતી કરી ખેડૂતો મહિને કરી શકે છે આટલી કમાણી
આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે