શું હમાસે પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે મિલાવ્યા હાથ? લશ્કર અને જૈશ સાથે મળી કાશ્મીરમાં આતંક ફેલાવવામાં કરશે મદદ?

ઈઝરાયેલ બાદ હમાસ હવે ક્યાંક ભારત તરફ તો દુશ્મનાવટથી નથી જોઈ રહ્યુ ને? આવુ અમે નથી કહી રહ્યા પરંતુ દાવો એવો કરાઈ રહ્યો છે કે તાજેતરમાં પાકિસ્તાન ઓક્યુપાઈટ કાશ્મીરમાં હમાસ અને પાકિસ્તાની આતંકી જૂથો લશ્કર અને જૈશના આતંકીઓ એક મંચ પર આવ્યા હતા અને હમાસના લીડર સાથે આ આતંકીઓએ હાથ મિલાવ્યા છે.

શું હમાસે પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે મિલાવ્યા હાથ? લશ્કર અને જૈશ સાથે મળી કાશ્મીરમાં આતંક ફેલાવવામાં કરશે મદદ?
| Updated on: Feb 13, 2025 | 8:07 PM

તાજેતરમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં એક પ્રોગામમાં લશ્કર-એ-તૈયબા અને પેલેસ્ટાઈની આતંકવાદી સંગઠન હમાસ સાથે મંચ શેર કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પોતાના ‘દુશ્મન’ તરીકે જાહેર કરવામાં આવ્યા. આ પ્રોગ્રામનો એક કથિત વીડિયો પણ વાયરલ થયો છે. જો કે tv9 આ વીડિયોની પુષ્ટિ નથી કરતુ. હાલ આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ વીડિયોમાં જૈશ-એ -મોહમ્મદના (JEM) એક નેતા કાશ્મીરની એક્તા અને લડાઈ વિશે બોલતા જોવા મળ્યા છે. ISI ચાલી રહ્યુ છે મોટી ચાલ? ગુપ્તચર એજન્સીઓ તરફથી મળતા ઈનપુટ્સ મુજબ પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિઝ ઈન્ટેલિજન્સ (ISI) ઈચ્છે છે કે હમાસ કાશ્મીર માટે જૈશ-એ- તૈયબા સાથે મળીને લડે. જૈશ-એ- મોહમ્મદ (JEM), લશ્કર-એ- તૈયબા (LET) અને હમાસ પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (JEM) એ રાવલકોટમાં એક કાર્યક્રમમાં મંચ શેર કર્યો. આ દરમિયાન તેમના ભાષણમાં જૈશના નેતાઓ એવુ બોલતા જોવા મળ્યા હતા તે કાશ્મીરની લડાઈમાં અમે એકસાથે...

Published On - 7:15 pm, Thu, 13 February 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો