Hamas Israel Airstrike: હમાસના આતંકવાદીઓના આકાઓની આવી બની હવે, ઈઝરાયલે 10 હજાર સૈનિકો સાથે શરૂ કર્યુ Special Operation

|

Oct 16, 2023 | 7:55 AM

ઈઝરાયલના રડાર પર હવે મોહમ્મદ ડાયફ છે કે જે હમાસની લશ્કરી પાંખ અલ કાસમ બ્રિગેડ સાથે સંકળાયેલો છે અને જે સમયે ઈઝરાયલ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો ત્યારે તેણે આ હુમલાનું નામ અલ અક્સા પૂર આપ્યું હતું. ગાઝામાં ટનલ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર પણ ડાયફને જ માનવામાં આવે છે. તે બોંબ બનાવવામાં માસ્ટર હોવાનું પણ સામે આવ્યું છે. હમાસના અન્ય નેતાઓ અબુ ઓબેદા, અલ જહર, ઝિયાદ અલ નખલા પણ આતંકીઓના એ આકા છે કે જેમની નજર ઈઝરાયલની સેના પર છે.

Hamas Israel Airstrike: હમાસના આતંકવાદીઓના આકાઓની આવી બની હવે, ઈઝરાયલે 10 હજાર સૈનિકો સાથે શરૂ કર્યુ Special Operation
Since the attack on October 7, Israel's army has so far killed four Hamas terrorists

Follow us on

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રેહલા ખરાખરીના જંગમાં ઈઝરાયલ હવે આરપાર કરવાના મુડમા છે અને એટલે જ તેણે 10 હજાર સૈનિક સાથે હમાસના આતંકીઓના આકાઓને ઠેકાણે પાડવા માટે સ્પેશ્યલ ઓપરેશનની શરૂઆત કરી છે.

મળતી માહિતિ પ્રમાણે હમાસના આતંકવાદી ઠેકાણાઓ અને વિવિધ સ્થળો પર છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ઈઝરાયલની જાસુસી સંસ્થા મોસાદે ઓપરેશને હાથ ધર્યું છે. મોસાદના નિશાન પર હવે હમાસના ટોપના આતંકવાદીઓ છે કે જેમણે ઈઝરાયલ પર હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો.

એમ તો ઈઝરાયલ પાસે હમાસના આતંકીઓના અનેક આકાઓના નામ સામે આવ્યા છે અને યાહ્યા સિનવાર પણ તેમાનું જ એક નામ છે કે જેની ઓળખ કમાન્ડર ઓપરેશન તરીકે છતી થઈ હોવાનું ઈઝરાયલનું માનવું છે. ઈસ્માઈલ હનીયે પછી યાહ્યા કદાચ બીજા ક્રમે આવે છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

ઈઝરાયેલે જેને છોડી મુક્યો તે જ ઉઠાવી રહ્યો છે માથુ

જાસુસી સંસ્થા મોસાદ દ્વારા 1988ના સમયગાળામાં સિનવારને ઝડપી પાડવામાં આવ્યો હતો જો કે તેમે 2011 માં છોડી મુકવામાં આવ્યો હતો. છોડી મુકાયા બાદ તે વધારે ખતરનાક બની ગયો અને ઈઝરાયલ સામે તેણે લડાઈ છેડવામાં કોઈ કસર નોહતી રાખી. ઈઝરાયલની સેનાનો જો કે દાવો છે કે સિનવારના ભાઈનો ખેલ ખતમ કરી દેવામાં આવ્યો છે.

નઝર મોહમ્મદ ડાયફ હવે રડાર પર

ઈઝરાયલના રડાર પર હવે મોહમ્મદ ડાયફ છે કે જે હમાસની લશ્કરી પાંખ અલ કાસમ બ્રિગેડ સાથે સંકળાયેલો છે અને જે સમયે ઈઝરાયલ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો ત્યારે તેણે આ હુમલાનું નામ અલ અક્સા પૂર આપ્યું હતું. ગાઝામાં ટનલ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર પણ ડાયફને જ માનવામાં આવે છે. તે બોંબ બનાવવામાં માસ્ટર હોવાનું પણ સામે આવ્યું છે.

હમાસના અન્ય નેતાઓ અબુ ઓબેદા, અલ જહર, ઝિયાદ અલ નખલા પણ આતંકીઓના એ આકા છે કે જેમની નજર ઈઝરાયલની સેના પર છે. હાલમા સેનાની સાથે ઈઝરાયલની ગુપ્તચર સંસ્થાના કર્મચારીઓ પણ તેમને શોધવામાં વ્યસ્ત છે. તેમાંથી ઘણા ગાઝા પટ્ટીમાં છુપાયા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચાર મોટા આતંકવાદીઓનો સફાયો બાલાવી દેવાયો

હમાસ સામે યુદ્ધ શરૂ કર્યા બાદ ઈઝરાયેલે 4 મોટા આતંકવાદીઓનો સફાયો બોલાવી દીધો છે.

વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યા પછી, ઇઝરાયેલની સેનાએ અત્યાર સુધીમાં જૂથના ચાર મોટા આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઈઝરાયેલની સેનાના  દાવા મુજબ અબ્દ અલ-ફતાહ દુખાન, સામી અલહસ્ની, અબુ મમર અને અબુ શમાલાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જણાવવું રહ્યું કે ઈઝરાયેલના વળતા હુમલામાં આ તમામના મોત થયા હતા.

 ગાઝા પટ્ટી પર હુમલાની તૈયારી

ગાઝા પટ્ટી પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક બાદ સેના હવે જમીન માર્ગ પર આગળ ધપી રહી છે. સેકડો ટેન્ક અને 10 હજાર કરતા વધારે સેનિકો સાથે ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓને ખતમ કરી નાખવાની નેમ સાથે ઓપરેશન આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ઈઝરાયલની સેના મુજબ તે ગાઝામાં બનેલી સુરંગોનો પણ સફાયો બોલાવી દેશે.

Next Article