ગુજરાતી મૂળના કાશ પટેલ બન્યા અમેરિકાના સૌથી શક્તિશાળી વ્યક્તિ, FBI ચીફ તરીકે થઈ નિમણૂક, જુઓ Video

|

Feb 22, 2025 | 5:34 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને FBI એટલે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. મહત્વનું છે કે FBI ના ડિરેક્ટર ઓટોમેટિક અમેરિકાના શક્તિશાળી વ્યક્તિ બની જાય છે.

ગુજરાતી મૂળના કાશ પટેલ બન્યા અમેરિકાના સૌથી શક્તિશાળી વ્યક્તિ, FBI ચીફ તરીકે થઈ નિમણૂક, જુઓ Video

Follow us on

કાર્યભાર સંભાળ્યા પછી, કાશ પટેલે કહ્યું, “તમે ભારતીયોની પહેલી પેઢી સાથે વાત કરી રહ્યા છો જેઓ વિશ્વની મહા સત્તા અમેરિકાની કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આવું વિશ્વમાં બીજે ક્યાંય ન થઈ શકે.

એવું માનવામાં આવે છે કે ટ્રમ્પના કટ્ટર સમર્થક કાશ પટેલ યુએસ ફેડરલ બ્યુરોમાં ઘણા ફેરફારો કરી શકે છે, જે લાંબા સમયથી તેમનું નિશાન છે. કાશ પટેલને FBI ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “કાશ પટેલને પસંદ કરવાનું એક કારણ FBI એજન્ટો તેમના માટે આદર ધરાવે છે. તે એક મજબૂત અને શક્તિશાળી માણસ છે. તેમનો પોતાનો દૃષ્ટિકોણ છે.”

વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?
બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'
1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો
Blood Sugar : શું કેરી ખાવાથી બ્લડ સુગર વધે છે?

તેમના શપથ ગ્રહણ પછી, યુએસ રાષ્ટ્રપતિ કાર્યાલય, વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર લખ્યું, “અમે એફબીઆઈમાં પ્રામાણિકતા અને ન્યાય પુનઃસ્થાપિત કર્યો છે. અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવું પડશે.” કાર્યભારના પહેલા જ દિવસે, કાશ પટેલે વોલ ઓફ ઓનરની મુલાકાત લીધી અને અમેરિકાના લોકો માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ભૂતપૂર્વ FBI અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપી.

કાશ પટેલે કહ્યું છે કે, “હું અમેરિકન સ્વપ્ન જીવી રહ્યો છું અને જો કોઈને લાગે કે અમેરિકન સ્વપ્ન મરી ગયું છે તો તેણે મારી તરફ જોવું જોઈએ.”

ગુજરાતી મૂળના કાશ પટેલ ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે, જેમને 2017 માં ટ્રમ્પ દ્વારા FBI ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા મહિને ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા રેએ રાજીનામું આપી દીધું હતું. ટ્રમ્પે પહેલાથી જ સંકેત આપી દીધા હતા કે તેઓ રેને પદ પરથી દૂર કરશે.

Published On - 5:20 pm, Sat, 22 February 25

Next Article